અમદાવાદ: કરોનાની સંભવિત ત્રીજી લહેરની (third wave in corona) તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદ જિલ્લામાં બાળકોને કોવીડ-19 માંદગી તથા મુત્યુથી બચાવવા માટે બાલ કવચ ફેઝ-1 અને ફેઝ-2 અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેની (Ahmedabad District Collector Sandeep Sagle) અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ બાળકોનો સર્વે (children were surveyed) કરવામાં આવ્યો છે.
બાળકોનું પ્રાઈમરી સ્ક્રીનીંગ કરાયું
1156 આશા, આંગણવાડી તથા આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે ફરીને 0 થી 5 વર્ષના 1,59,572 બાળકોનું તથા 6 થી 18 વર્ષના 2,59,710 બાળકોનું પ્રાઈમરી સ્ક્રીનીંગ (Primary screening of children done) કરવામાં આવ્યું છે. બાલ કવચ અંતર્ગત કુલ 4,19,282 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે.
બાળકોની સ્વાસ્થ્યની તપાસ કરાઈ
સર્વે દરમ્યાન જન્મ સમયે ઓછુ વજન, અતિ કુપોષિત, કુપોષિત, કીડની, હદય ,કેન્સર, થેલેસેમિયા, ટી.બી., એચ.આઈ.વી. જેવી ગંભીર બીમારીઓ ધરાવતા 0 થી 5 વર્ષના 1296 અને 6 થી 18 વર્ષના 692 એમ કુલ 1988 જોખમી બાળકો શોધી કાઢી આવા તમામ બાળકોની ધનીષ્ટ આરોગ્ય તપાસ આર.બી.એસ.કે.ની 27 ટીમ દ્વારા કરવામાં આવી છે.
બાળકોની મુલાકાત કરી વાલીઓને માર્ગદર્શન આપ્યું
આ જોખમી બાળકોને વધુ તપાસ માટે નિષ્ણાંત તબીબો પાસે રીફર કરવામાં આવેલ અને કુપોષિત બાળકોને આંગણવાડી સેન્ટર ખાતેથી ટેક હોમ રેશન આપી બાળકોનું વજન વધે તે માટે પ્રયત્ન હાથ ધરેલ છે. તેમજ જિલ્લા લેવલના અધિકારીઓ દ્વારા બાળકોની મુલાકાત કરી વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાળકોની કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ
ઉપરોક્ત કામગીરીને ધ્યાને રાખી રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ “ગોલ્ડ” કેટેગરીનો એવોર્ડ જિલ્લા કલેકટરને એનાયત થયેલ છે.
નબળા સ્વાસ્થ્યના બાળકો માટે રિવર્સ ક્વોરન્ટાઇનની નીતિ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરમા તમામ જોખમી બાળકોને જરૂર પડે રીવર્સ કવોરંટાઇન અર્થે જરૂરી પગલા લેવામાં આવશે. જેથી બાળકોમાં કોવીડના રોગનું પ્રમાણ અને મુત્યુ ધટાડી શકાશે. જિલ્લા કલેક્ટરે વાલીઓને અપીલ કરી (district collector appealed to guardians) છે કે, તેઓ સત્વરે પોતાનું કોવીડ રસીકરણ કરાવે અને વારંવાર હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું, માસ્ક અવસ્ય પહેરવું જેવા કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયરનું પાલન કરવું.
આ પણ વાંચો:
Corona In Ahmedabad: કોરોનાને હરાવવા અમદાવાદ તૈયાર, 4 હજાર બેડ રિઝર્વ - ધન્વંતરી રથ ફરી ચાલું કરાયાં
કોરોનાની ત્રીજી લહેરના ભયથી સરકારી તંત્ર સજ્જ, RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ