ETV Bharat / city

રાજપથની પરેડમાં સૌપ્રથમ વખત જોવા મળી ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી - પાલ અને દઢવાવમાં આદિવાસીઓનો હત્યાકાંડ

દિલ્હીમાં આજે 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજપથમાં પરેડ દરમિયાન ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોનો રંગ દેખાયો હતો. અહીં આઝાદીમાં આદિવાસીઓના બલિદાનની ગાથા સૌપ્રથમ વખત પ્રસ્તુત કરવામાં આવી હતી. Republic Day Celebration 2022, Republic Day Parade at Delhi Rajpath, An overview of Gujarat's tribal revolutionaries at the Delhi Parade

Republic Day Parade at Delhi Rajpath: રાજપથની પરેડમાં સૌપ્રથમ વખત જોવા મળી ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી

author img

By

Published : Jan 26, 2022, 3:47 PM IST

Updated : Sep 1, 2022, 11:05 AM IST

અમદાવાદ દિલ્હીના રાજપથ પર પરેડ દરમિયાન Republic Day Parade at Delhi Rajpath ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામોના લોકોએ આઝાદીમાં આદિવાસીઓના બલિદાનની ગાથા પ્રસ્તુત કરી હતી. અહીં ટેબ્લોના માધ્યમથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આ રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી નાગરિકો મોતીલાલ તેજાવતને કોલીયારોના ગાંધી તરીકે Motilal Tejawat Gandhi of Koliyara ઓળખવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારના જ 10 જેટલા આદિવાસી કલાકારોએ પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને નૃત્ય પણ રજૂ કર્યું હતું

73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમગ્ર દેશમાં આજે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી (Republic Day Celebration 2022) કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી (An overview of Gujarat's tribal revolutionaries at the Delhi Parade) જોવા મળી હતી.

આદિવાસીઓની ઝાંખી દર્શાવતા ટેબ્લોને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ગુજરાતના આદિવાસી વિસ્તાર એટલે કે, સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ તથા તેની આસપાસના વિસ્તારના ગામોના આદિવાસઓએ ક્રાંતિવીરોની બલિદાન ગાથા ટેબ્લોના માધ્યમથી ભારતના રાષ્ટ્ર સમક્ષ સૌ પ્રથમવાર પ્રસ્તુત કરી (Massacre of tribals in Pal and Dadhvav) હતી. ત્યાં નિહાળી રહેલી જનમેદનીએ ગુજરાતના આ ટેબ્લોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

કર કાયદાનો વિરોધ કરતા ગોળીબાર કર્યો દેશની આઝાદીના સમયમાં પાલ-દઢવાવમાં (Massacre of tribals in Pal and Dadhvav) 7 માર્ચ 1922ના દિવસે અંગ્રેજ ઓફિસર એચ. જી. સટર્ને કરના કાયદાનો વિરોધ કરવા એકત્ર થયેલા આદિવાસી નાગરિકો પર ગોળીબારનો આદેશ આપ્યો હતો. આમાં લગભગ 1,200 જેટલા આદિવાસી લોકો શહીદ થયા હતા. આમ, જલિયાવાલાં બાગ કરતા પણ ભીષણ હત્યાકાંડનું શતાબ્દીનું આ વર્ષ છે. ગુજરાતના માહિતી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની આ કથાને ટેબ્લોના માધ્યમથી (An overview of Gujarat's tribal revolutionaries at the Delhi Parade) ઉજાગર કરી હતી.

'કોલીયારોના ગાંધી" તરીકે ઓળખાય છે મોતીલાલ તેજાવત ગુજરાતના આદિવાસોનો ટેબ્લો 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં આદિવાસી નાગરિકો જેને 'કોલીયારોના ગાંધી" તરીકે (Motilal Tejawat "Gandhi of Koliyara") ઓળખાવે છે. આમાં મોતીલાલ તેજાવતનું 7 ફુટનું આબેહૂબ સ્ટચ્યૂ પ્રેક્ષકો માટે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ. જી. સટર્નના સ્ટેચ્યૂ અને આદિવાસી નાગરિકોના સ્ટેચ્યૂની કલાત્મકતા તેમ જ 6 અન્ય કલાકારોના જીવંત અભિનય તથા લાઇટ ઈફેક્ટસ અને સ્મોક મશીનથી એ દિવસની ઘટના આબેહૂબ દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

આદિવાસી ક્રાંતિકારીઓની સભાના દ્રશ્યોને પ્રસ્તુત કરાયા ટેબ્લોની ફરતે શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમન્વયસમા પાંચ મ્યૂરલમાં આદિવાસી ક્રાંતિવીરોની સભાના દ્રશ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા (An overview of Gujarat's tribal revolutionaries at the Delhi Parade) હતાં. ટેબ્લોના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિ માટે તત્પર 4 આદિવાસી ક્રાંતિવીરોના 4 ફૂટ ઊંચા સ્ટેચ્યૂએ ટેબ્લોને વધારે પ્રભાવશાળી બનાવ્યો હતો.

10 જેટલા આદિવાસી કલાકારોએ નૃત્ય રજૂ કર્યું સાબરકાંઠા જિલ્લાની ઓળખ જેવા પોશીના વિસ્તારમાં પ્રચલિત એવા લાંબી ડોકવાળા માટીના વિશિષ્ટ ઘોડા ટેબ્લોની બન્ને તરફ રજૂ કરવામાં (An overview of Gujarat's tribal revolutionaries at the Delhi Parade) આવ્યા હતા. ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારના જ 10 જેટલા આદિવાસી કલાકારોએ પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને નૃત્ય પણ રજૂ કર્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓ ટેબ્લોમાં કર્યું પ્રદર્શન સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન અને લોકબોલીના ગાયન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક અમદાવાદના જાણીતા સંગીતકાર શ્રી નિશિથ મહેતાએ તૈયાર કર્યો હતો. ગુજરાતના આ ટેબ્લોના નિર્માણની કામગીરી અમદાવાદના જાણીતા કલાકાર શ્રી સિધ્ધેશ્વર કાનુગાએ સંભાળી હતી.

Last Updated : Sep 1, 2022, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.