- ETV ભારતની માસ્ક ઝુંબેશ
- અસારવા શાક માર્કેટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું
- લોકો માસ્ક વિના જોવા મળ્યા
અમદાવાદઃ ETV BAHART દ્વારા સમાજના હિત માટે માસ્ક અંગેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અસારવા વિસ્તારમાં ETV BHARAT દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક પહેરવા અંગે સમજણ આપવામાં આવી હતી. આ દરમિયાન માસ્ક વિના ફરતા લોકો ETV BHARATની ટીમની સામે આવ્યા હતા.
માસ્ક વિનાના લોકો પાસે નવા-નવા બહાના
ETV BHARATની માસ્કની ઝુંબેશમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે માસ્ક વિના અનેક લોકો મળ્યા હતા. જેમને માસ્ક અંગે પૂછવામાં આવતા લોકોએ વિવિધ બહાના બનાવ્યા હતા. જેમાં હમણાં જ માસ્ક ઉતાર્યું, માસ્કથી કાન દુખે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, મેં ક્યાં ઉતાર્યું જ છે. આમ અનેક બહાના સાથે લોકોને માસ્ક અંગેની સમજણ આપવામાં આવી હતી.
માસ્ક પહેરવું તમામના હિતમાં
માસ્કના પહેરવા બદલ અમદાવાદ પોલીસ દ્વારા 15 કરોડ કરતા વધુ દંડ વસૂલવામાં આવ્યો છે, પરંતુ દંડથી બચવા નહીં પોતાના સ્વાસ્થય માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ. માસ્ક નહીં પહેરતા લોકો પોતાનાં માટે જ નહીં પરંતુ તેમની સાથે રહેતા અને અન્ય લોકો માટે જોખમી છે. જેથી માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ.
ETV BHARATની અપીલ
ETV BHARAT લોકોને અપીલ કરે છે, કે કામ વિના લોકોએ બહાર નહીં નીકળવું. આ સાથે જ સરકારની તમામ ગાઈડલાઇનનું પાલન કરવું અને માસ્ક અવશ્ય પહેરવું.