ETV Bharat / city

સ્મશાનોનું રિયાલિટી ચેક : કોરોનાગ્રસ્ત મૃતદેહોથી અમદાવાદના સ્મશાનો ઉભરાયા - Ahmedabad corona News

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર અતિ ગંભીર પુરવાર થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં કોવિડ સંક્રમણની બદતર સ્થિતિ પ્રવર્તી રહી છે. સરકારી આંકડાઓ પ્રમાણે રાજ્યમાં દૈનિક 6 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યના મોટા શહેરો કોરોનાના હોટસ્પોટ બન્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ દૈનિક કોરોના કેસ 2500ની નજીક પહોંચ્યા છે. અમદાવાદ કોવિડ સંક્રમણનું એપિ સેન્ટર બન્યુ છે.

કોરોનાગ્રસ્ત મૃતદેહોથી અમદાવાદના સ્મશાનો ઉભરાયા

author img

By

Published : Apr 14, 2021, 8:05 PM IST

Updated : Apr 14, 2021, 9:17 PM IST

  • કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરની હાલત બદતર
  • પોતાના સ્વજનોને આંખની સામે મરતા જોતા મજબૂર લોકો
  • સ્મશાનોમાં મૃતદેહો લઈને આવતી શબવાહિનીઓની લાંબી કતાર

અમદાવાદ : કોરોનાના દર્દીઓમાં દૈનિક મૃત્યુદર વધી રહ્યો છે. વાસ્તવિક સ્થિતિએ સરકારી સંસ્થાઓના આંકડા કરતા મૃતકોનો આંક ઘણો ઉચો છે. સરકારી આંકડાઓમાં અમદાવાદ શહેરમાં દૈનિક 20 જેટલા જ મૃત્યુ કોરોનાને કારણે થયા હોય તેવુ દર્શવાવામાં આવી રહ્યું છે, પરંતુ ETV Bharatની ટીમ દ્વારા જ્યારે રિયાલિટી ચેક માટે અમદાવાદના સ્મશાન ગૃહો પર પહોંચી, ત્યારે સરકારના નિવેદનોથી કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી.

કોરોનાગ્રસ્ત મૃતદેહોથી અમદાવાદના સ્મશાનો ઉભરાયા

આ પણ વાંચો: મનપા સંચાલિત હોસ્પિટલને સંપૂર્ણ કોવીડ-19માં ફેરવાઈ

થલતેજ સ્મશાન ગૃહમાં 10-12 મૃતદેહોનું અંતિમ ક્રિયા માટે વેઇટિંગ

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા વાડજ સ્મશાન ગૃહમાં 4 જેટલી એમ્બ્યુલન્સ કોરોના દર્દીઓને શબના અંતિમક્રિયા માટે ઊભી હતી. જેમાંથી બે એમ્બ્યુલન્સનું વેઇટીંગ હતું. જ્યારે અમદાવાદ પૂર્વના સાબરમતી નદીના તટે આવેલ દુધેશ્વર સ્મશાન ગૃહમાં પણ બે કોવિડ દર્દીઓના શબનું અંતિમક્રિયા માટે વેઇટિંગ ચાલી રહ્યું હતું. ETV BHARATની ટીમે નોંધ્યું હતું કે, દર કલાકે હોસ્પિટલ્સમાંથી કોવિડના બે દર્દીઓના શબ અંતિમક્રિયા માટે આવી રહ્યા છે. જ્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા થલતેજ સ્મશાન ગૃહમાં અન્ય સ્મશાન ગૃહ કરતાં બદતર હાલત જોવા મળી હતી. અહીં 10થી 12 મૃતદેહોનું અંતિમક્રિયા માટે વેઇટિંગ જોવા મળ્યું હતું. અહીંથી લોકો બીજા સ્મશાન તરફ જતા હતા. થલતેજ સ્મશાન ગૃહમાં શબની અંતિમક્રિયામાં ચાર કલાક રાહ જોવી પડી રહી હતી.

આ પણ વાંચો: કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ

હવે લાકડામાં કોવિડના દર્દીને અંતિમદાહની છૂટ

સ્મશાનગૃહના કર્મચારીના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર સીએનજી ભઠ્ઠીમાં કરવામાં આવતો હતો, પરંતુ કેટલીક જગ્યાએ સીએનજી ભઠ્ઠીમાં સમારકામની જરૂર છે. વળી કોરોનાના દર્દીઓ મૃત્યુના કેસ વધુ હોવાથી, હવે તંત્ર દ્વારા લાકડામાં પણ અંતિમક્રિયા કરવાની છૂટ આપવામાં આવી છે. આમ, એક સમયે રિવરફ્રન્ટ પર મહાલતા અમદાવાદીઓની ચિતા ત્યાં જ બળી રહી છે. તંત્ર મૂકદર્શક છે. કોરોના સંક્રમણ અને તેનાથી થતા મૃત્યુમાંથી કોઈ બાકાત નથી.

આ પણ વાંચો: અમદાવાદ મનપાની પહેલઃ ગાડીમાંથી ઉતર્યા વગર જ કરાવી શકાશે RT-PCR ટેસ્ટ

સરકાર સત્યને ઓળખે

સરકાર ગમે તેટલા આંખ મીંચામણાં કરે, પરંતુ લોકો કોરોના સંક્રમણથી મોટા પ્રમાણમાં મરી રહ્યા છે. અમદાવાદની સરકારી હોસ્પિટલ પણ પૂર્ણ રીતે ભરાઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ સરકારને યોગ્ય પગલાં લેવા સૂચવ્યું છે, પરંતુ સરકાર વાસ્તવિકતા સ્વિકારવા પણ તૈયાર નથી, કે આ મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ છે.

Last Updated : Apr 14, 2021, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.