ETV Bharat / city

રાત્રિ કરફ્યૂ માટે વેપારીઓમાં કભી ખૂશી કભી ગમ જેવો માહોલ

કોરોના વધતા રાજ્યમાં હાઇકોર્ટની ટકોર બાદ રાત્રિ કરફ્યૂ લાગુ કરાવામાં આવ્યું છે. આ કરફ્યૂનો રાજ્યના વેપારીઆલમમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહ્યો છે ક્યાંક વેપારીઓ આ નિર્ણયને આવકારી રહ્યાં છે તો ક્યાંક વેપારીઓ સંપૂર્ણ લોકડાઉનની માગ કરી રહ્યાં છે.

રાત્રિ કરફ્યૂ માટે વેપારીઓમાં કભી ખૂશી કભી ગમ જેવો માહોલ
રાત્રિ કરફ્યૂ માટે વેપારીઓમાં કભી ખૂશી કભી ગમ જેવો માહોલ
author img

By

Published : Apr 9, 2021, 5:23 PM IST

  • રાત્રિ કરફ્યૂના નિર્ણય સામે વેપારીઓનો મિશ્ર પ્રતિસાદ
  • કરફ્યૂ સામે કેટલાક વેપારીઓમાં રોષ
  • કેટલાક વેપારીઓએ સરકારને આપ્યું સમર્થન

ન્યૂઝડેસ્ક: કોરોનાની બીજી લહેર દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. હૉસ્પિટલ્સ અને સ્મશાન ઉભરાઇ રહ્યાં છે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાન પર લેતા પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવાના આશયથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને 2-3 દિવસનું લોકડાઉન લાદવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકાર 20 શહેરમાં રાત્રિ કરફ્યૂ લગાવ્યું છે. આ રાત્રિ કરફ્યૂની જાહેરાતથી વેપારીઓમાં કેવો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન ETV Bharatએ કર્યો હતો

સરકારના નિર્ણયને આપીશું સમર્થન

ETV Bharat સાથેની વાતચીતમાં આણંદના વેપારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્ણય પહેલા વેપારીઓ ગ્રાહકોને અપીલ કરી રહ્યાં છે કે, કોઈ પણ સંજોગોમાં સરકાર જે કોઈ નિર્ણય કરશે તે અને લોકોની જરૂરિયાતોને ધ્યાને રાખી આયોજન કરવામાં આવશે. આ સાથે જ આણંદના વેપારીઓ અનાજ કરિયાણાનો પૂરતો જથ્થો બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી વેપારીઓએ ખાતરી આપી છે.

વેપારીઓ સમયસર પહોંચશે ઘર

તો ભાવનગરમાં પણ વેપારીઓએ રાત્રિ કરફ્યૂને સમર્થ આપ્યું છે. ભાવનગર શહેરની મુખ્ય બજાર એટલે બોરા બજારના વેપારીઓના એસોસિએશનના પ્રમુખ અને અન્ય વેપારીઓએ રાત્રિ કરફ્યૂને આવકાર્યું છે. વેપારીઓ માની રહ્યાં છે કે, રાત્રિ કરફ્યૂ સારી બાબત છે. વેપારીને દુકાન બંધ કરીને જતા સમયે ઘરે પહોંચતા કોઈને 5 મિનિટ તો કોઈને 30 મિનિટ તો કોઈને કલાક થતી હોય છે. તેવામાં રાત્રિ કરફ્યૂના કારણે સમય નિશ્ચિત હોવાથી વેપારીને ઘરે જતા સમયે કનડગત રહે નહીં.

વધુ વાંચો: ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગરના વેપારીઓ સમર્થનમાં

જામનગરમાં ગ્રીન માર્કેટમાં વેપારીઓમાં રાત્રિકરફ્યૂને સમર્થન આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જે રાત્રિ કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે. દિવસ દરમિયાન લોકડાઉન લાગૂ કરવામાં આવશે તો નાના વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપારીઓની સાથે સાથે મજૂરો પણ ધંધા-રોજગાર વિનાના બનશે.

સરકારનો નિર્ણય હાસ્યાસ્પદ

તો જૂનાગઢના વેપારીઓએ રાત્રિ કરફ્યૂ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકાર જો કોરોના સામે સાચે જ લડવા માંગતી હોય તો રાત્રિ કરફ્યૂની જગ્યાએ 24 કલાકનો કરફ્યૂ કે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે. રાત્રિ કરફ્યૂથી કોરોના વાઇરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ છે. કરફ્યૂને કારણે ગ્રાહકો ભારે દ્વિધામાં હોય છે અને કેટલાક ગ્રાહકો આકસ્મિક ખરીદી માટે બજારમાં આવતા હોય છે. જેથી સાંજના સમયે ગ્રાહકોની ભારે ભીડ થતી જોવા મળતી હોય છે. જેના કારણે પણ સંક્રમણ વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

વધુ વાંચો: પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા

રાત્રિ કરફ્યૂ સામે વડોદરાના વેપારીઓમાં રોષ

વડોદરામાં પણ વેપારીઓએ રાત્રિ કરફ્યૂ સામે વિરોધ નોંધાવ્યો છે. શહેરમાં સૌથી મોટું બજાર મંગળ બજાર આવેલું છે જ્યાં વડોદરા નહીં પણ મધ્ય ગુજરાતમાંથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. એક વેપારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી વેપાર-ધંધા પર કોરોના મહામારીના કારણે આ અસર થઈ છે. સરકાર માત્ર નિર્ણય લે છે પણ પ્રજાનું કોઈપણ જાતનું વિચારતી નથી. સૌથી મોટું બજાર છે. મંગળ બજારમાં ખરીદી લગ્ન સિઝનમાં થતી હોય છે પણ સરકાર દ્વારા 100થી વધુ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં હાજરી નહીં આપી, સાથે જ લગ્ન પ્રસંગ પણ બંધ હોવાના કારણે મંગળ બજારમાં સન્નાટો છવાઇ ગયો છે. વેપારીઓએ દુકાન પણ વહેલી બંધ કરવી પડે છે. વેપારીઓને દુકાનના માણસોનો પગાર આપવાના પણ ફાંફા પડી રહ્યાં છે.

મહેસાણાના વેપારીઓને હજમ નથી થઇ રહ્યો કરફ્યૂ

તો મહેસાણામાં પણ આ નિર્ણય વેપારીઓને હજમ થઈ રહ્યો નથી. કારણ કે, ઘણા એવા નાના-મોટા ધંધાદારીઓ સાંજથી રાત્રી સુધીના સમયે જ વ્યવસાય કરી પોતાની કમાણી કરતા હોય છે અને આ લોકડાઉન તેમના વ્યવસાય માટે ખતરો ઉભો કરી રહ્યું છે. સંપૂર્ણપણે 3 કે 4 દિવસનું લોકડાઉન કરવા વેપારીઓની માગ છે. સામાન્ય રીતે કોરોના રાત્રે કે દિવસે નહીં પરંતુ બેજવાબદારી દાખવતા વધી રહ્યો છે, ત્યારે દિવસે બજારો ખુલ્લા અને રાત્રે બંધ રાખવાથી કોઈ ફેર નહીં પડે પરંતુ સંપૂર્ણપણે 3 કે 4 દિવસનું લોકડાઉન કરવાની વેપારીઓ માગ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.