ETV Bharat / city

Reaction on Blast Case Judgement : તત્કાલીન સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને ધડાકાના ઇજાગ્રસ્તે આપી પ્રતિક્રિયા - Civil Hospital Superintendent M M Prabhakar

અમદાવાદ સિવિલમાં બોમ્બ બ્લાસ્ટમાં (Ahmedabad Civil Trauma Center Blast 2008 ) સૌથી વધુ લોકો મોતને ભેટ્યાં હતાં. એ સમયના સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટે પોતાની પ્રતિક્રિયા (Reaction on Blast Case Judgement ) આ રીતે વ્યક્ત કરી હતી. સાથે જ વાંચો ધડાકાના ઈજાગ્રસ્તની પ્રતિક્રિયા.

Reaction on Blast Case Judgement : તત્કાલીન સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને ધડાકાના ઇજાગ્રસ્તે આપી પ્રતિક્રિયા

author img

By

Published : Feb 18, 2022, 8:43 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરને 26 જુલાઈ, 2008ના રોજ આતંકીઓ દ્વારા લોહીલુહાણ કરવામાં આવ્યું હતું. આ સિરિયલ બોમ્બબ્લાસ્ટના 49 દોષિતને સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. 49માંથી 38ને ફાંસીની અને 11ને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. 18 ફેબ્રુઆરીની સવારે 11 વાગ્યે જજે સજા સંભળાવવાની શરૂઆત કરી હતી. આ સમયે સાબરમતી જેલમાં બંધ દોષિતો જેમ જેમ સજા સાંભળવા લાગ્યા તેમ તેમ રડવા (Reaction on Blast Case Judgement )લાગ્યાં હતાં. જેવી સજાની જાહેરાત થતી કે કેટલાક દોષિત રડવાનું શરૂ કરી દેતા હતાં તો કેટલાક માનસિક રીતે ભાંગી પડ્યા હતાં. બીજી તરફ અમુક દોષિતના ચહેરા પર પસ્તાવો (Sentencing in 2008 Ahmedabad bomb blast case) પણ જોવા મળ્યો નહોતો.

સિવિલ ટ્રોમા સેન્ટર અને નારોલ પાસેના બ્લાસ્ટની ભયાવહ યાદ વર્ણવતાં સાક્ષી

દોષિતોને 2.85 લાખનો દંડ, મૃતકના પરિવારજનને રૂ.1 લાખનું વળતર

કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર (Sentencing in 2008 Ahmedabad bomb blast case) ચૂકવવા આદેશ કરાયો છે.

તત્કાલીન સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા

બૉમ્બ બ્લાસ્ટ થયો હતો તે વખતે સિવિલ હોસ્પિટલના (Civil Hospital Superintendent M M Prabhakar ) તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ હતાં ડો.એમ. એમ. પ્રભાકર. તેમણે એ ઘટનાને યાદ (Witnesses welcoming sentence in Ahmedabad blast case ) કરતાં જણાવ્યું હતું કે બૉમ્બ બ્લાસ્ટ થયો ત્યારે હું ઓફિસમાં બેઠો હતો. જેવો ધડાકાનો અવાજ સાંભળ્યો કે તરત જ બહાર આવી ગયો હતો અને મને મેસેજ મળ્યાં કે ટ્રોમા સેન્ટર પાસે બૉમ્બ બ્લાસ્ટ (Ahmedabad Civil Trauma Center Blast 2008 ) થયો છે. ત્યારે અહીં જે બૉમ્બ બ્લાસ્ટ થયો તેમાં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ત્યારે સિવિલ કેમ્પસ આખું લોહિયાળ થઈ ગયું હતું. હું જાતે લોકોને સારવાર માટે લઈ જતો હતો. ત્યારે લોકોમાં એક ભય પેદા થયો હતો. એ દ્રષ્યો આજે પણ મને રાત્રે ઊંઘમાં યાદ આવે છે અને મારી ઊંઘ (Reaction on Blast Case Judgement )ઊડી જાય છે.

આ પણ વાંચોઃ બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા

નારોલ પાસેના ધડાકાના ઈજાગ્રસ્તે આપી પ્રતિક્રિયા

નારોલ સર્કલ ખાતે પણ એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. ત્યારે એ વખતે ભરતભાઈ પંચાલ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતાં. તેમણે કહ્યુ કે હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે અચાનક જ ધડાકાનો અવાજ આવ્યો અને હું પણ ડરી ગયો હતો. પણ હું ઓફિસના કામથી જતો હતો ત્યારે હું ઉભો ન રહ્યો. પણ થોડા આગળ જતાં મને પણ હાથમાં દુખવા લાગ્યું તો પછી મેં જોયું તો મારા હાથમાં (Victim welcoming sentence in Ahmedabad blast case ) પણ બે છરા વાગ્યા હતાં. ત્યારે ત્યાં ચારેય બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. મારે હોસ્પિટલ પહોંચવામાં પણ 30 મિનિટ થઈ હતી. કોર્ટે જે સજા ફરમાવી તે યોગ્ય છે આરોપીઓને સજા થવી (Reaction on Blast Case Judgement )જ જોઈએ, પણ સજામાં થોડો વિલંબ થયો છે.

મૃતકોના સ્વજનોમાં સંતોષ

સમગ્ર અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટ થતા જાણે અમદાવાદ શહેરને કોઈએ બાનમાં લીધું હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે આરોપીઓને સજા થઈ તેનાથી જે લોકો બૉમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યાં તેમના પરિવારજનોમાં સંતોષ (Reaction on Blast Case Judgement )જોવા મળ્યો હતો કે તેમને યોગ્ય ન્યાય મળ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.