ETV Bharat / city

ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ કરવાની મંજૂરીને લઈ વાલીઓ અને ટ્યૂશન સંચાલકોની પ્રતિક્રિયા - Education Minister Bhupendrasinh Chudasama

કોરોના મહામારીને કારણે છેલ્લા 10 મહિનાથી ધોરણ 1 થી 9 અને 11ની શાળાઓ બંધ છે. હાલ આ ધોરણના વિદ્યાર્થીઓનો ઓનલાઇન અભ્યાસ શરૂ છે. તેમજ ધોરણ 9 થી 12ના ટ્યૂશન ક્લાસીસ પણ બંધ હતા. ત્યારે બુધવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 9 અને 11ની સ્કૂલો અને ધોરણ 9 થી12ના ટ્યૂશન ક્લાસીસ 1 ફેબ્રુઆરીથી ખોલવાની મંજૂરી આપી છે. ત્યારે વાલીઓમાં નારાજગી જોવા મળી છે. જોકે, ટ્યૂશન સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઘોરણ 9 થી 12નાં વર્ગો શરૂ કરવાની મંજૂરીને લઈ વાલીઓ અને ટ્યુશન સંચાલકોની પ્રતિક્રિયા

author img

By

Published : Jan 27, 2021, 6:32 PM IST

Updated : Jan 27, 2021, 8:54 PM IST

  • રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય
  • ઘોરણ 9 થી 12 ના વર્ગો અને ટ્યૂશન ક્લાસીસો શરૂ કરવા મંજૂરી
  • વાલીઓમાં નારાજગી જોવા મળી
  • ટ્યૂશન ક્લાસીસ સંચાલકોમાં ખુશી જોવા મળી

અમદાવાદઃ કોરોના મહામારીના કારણે કેટલાય મહિનાથી રાજ્યમાં શાળાઓ બંધ હતી. જોકે, થોડા દિવસો પહેલા ધોરણ 10 અને 12 ની શાળાઓ સરકાર દ્વારા ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે બુધવારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 9 અને 11ની સ્કૂલો અને ધોરણ 9 થી12ના ટ્યૂશન ક્લાસીસ 1 ફેબ્રુઆરીથી ખોલવાની મંજૂરી આપી છે. આ મંજૂરીને લઇને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના વાલીઓ અને ટ્યૂશન ક્લાસીસના સંચાલકોએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.

વાલીઓ નારાજ હોવાનું જાણવા મળ્યું

જેમાં વાલીઓ નારાજ હોવાનું જાણવા મળ્યું હતું અને સવાલ કર્યો હતો કે, આ બધુ ફી માટે થાય છે કોરોના આવશે તો જવાબદાર કોણ? ત્યારે બીજી તરફ ટ્યૂશન ક્લાસીસના સંચાલકો ખુશ જણાયા હતા. વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું કે, નેતાઓની સ્કુલો હોવાથી સરકાર ફી માટે સ્કુલો શરૂ કરી રહી છે. કેશોદમાં જે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો તે માટે સરકારે શું કર્યું ? સ્કુલો શરૂ કરવાથી વિદ્યાર્થીને કઇ પણ થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો સરકારને પૂછ્યા હતા. ત્યારે બીજી તરફ ટ્યૂશન ક્લાસીસના સંચાલકોએ નિર્ણયને આવકારદાયક પગલું ગણાવ્યું છે.

ટ્યૂશન ક્લાસીસને મંજૂરી મળતા સંચાલકોમાં હાશકારો

ક્લાસીસના સંચાલકે જણાવ્યું હતું કે, આજના નિર્ણયને અમે આવકારીએ છીએ. ખૂબ જ સારો નિર્ણય છે. આ નિર્ણય લઇને સરકારે ખરેખર આજની પેઢીને બચાવવાની પુરી કોશિશ કરી છે. હવેના ત્રણ મહિનામાં વિદ્યાર્થીઓને જેટલું બને તેટલું શિક્ષણ આપી કવર કરી લેશું. ઉલ્લેખનીય છે કે, સરકારે ગાઇડલાઇન પ્રમાણે ક્લાસીસો શરૂ કરવાની પરવાનગી આપી છે. જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જ ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ક્લાસીસ છેલ્લા 10 મહિનાથી બંધ હતા. પરંતુ હવે સરકારના નિર્ણયથી સંચાલકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

Last Updated : Jan 27, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.