ETV Bharat / city

Rathyatra 2021: રથયાત્રા પૂર્વે 24 જૂને જગન્નાથ મંદિરથી યોજાશે જળયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથ (Ahmedabad Jagannath Rathyatra)ની 144મી રથયાત્રા પૂર્વે આવતીકાલે ગુરુવારે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા યોજાઈ રહી છે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી (corona pandamic) ને ધ્યાનમાં રાખીને કોવિડની ગાઇડલાઇન પ્રમાણે ફક્ત 50 વ્યક્તિઓ સાથે જળયાત્રા યોજવામાં આવશે.

author img

By

Published : Jun 23, 2021, 12:49 PM IST

rathyatra-2021-before-the-rathyatra-a-water-voyage-will-be-held-from-the-jagannath-temple
Rathyatra 2021: રથયાત્રા પૂર્વે 24 જૂને જગન્નાથ મંદિરથી યોજાશે જળયાત્રા
  • અમદાવાદમાં પૂર્ણિમાના દિવસે જળયાત્રા યોજાશે
  • કોરોના ગાઈડ લાઈન સાથે નીકળશે જળયાત્રા
  • DyCm અને રાજ્યના ગૃહપ્રધાન રહેશે ઉપસ્થિતિ

અમદાવાદઃ દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra) પુર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ 144મી રથયાત્રા (144th Jagannathji Rathyatra ) પૂર્વે આવતીકાલે ગુરુવારે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા યોજવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોવિડની ગાઇડલાઇન પ્રમાણે ફક્ત 50 વ્યક્તિઓ સાથે જળયાત્રા નીકળશે. વર્ષોની પરંપરા પ્રમાણે આ વર્ષે સીમિત માત્રામાં ધજા, નિશાન અને ગજરાજ સહિત ભક્તો સાથે સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે.

સોમનાથ ભૂદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે

સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે. આ પાણીથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. ગુરુવારે એટલે કે આવતી કાલે સવારે 9.30 વાગ્યાની આસપાસ જળયાત્રા યોજવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે અને બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જગન્નાથપુરીમાં પણ આ પ્રમાણે પૂજા અર્ચના થાય છે. આ ઉપરાંત જેટલા પણ વૈષ્ણવ મંદિરો જેવા કે, દ્વારકા, ડાકોર, શ્રીનાથજી વગેરેમાં પણ આ પ્રમાણે જયેષ્ઠા પૂજન કરવામાં આવે છે. આ યાત્રાને સ્નાન યાક્ષત્રા પણ કહેવામાં આવે છે.

જગન્નાથ મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરુ
જગન્નાથ મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરુ

DyCm અને રાજ્યના ગૃહપ્રધાન રહેશે ઉપસ્થિતિ

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વહેલી સવારે આ પ્રમાણે જ જળયાત્રાનો પ્રારંભ થશે. તેમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ (DyCm Nitin patel) તેમજ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) જોડાશે. આ વખતે રથયાત્રા નીકળવાના મુદ્દે મહંતે હકારાત્મક જવાબ આપ્યો હતો. કોરોના મહામારીના કારણે ભગવાનની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એ અંગે હજી નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચોઃ 144th Jagannathji Rathyatra ને લઇ મહત્વના સમાચાર, જળયાત્રાને મળી મંજૂરી

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાના (144th Jagannathji Rathyatra ) શ્રીગણેશ જળયાત્રાથી શરૂ થાય છે. કોરોના મહામારી ( Corona Panemic ) ને લઇ આ વર્ષે કેવી રીતે રથયાત્રા નીકળશે તે સવાલ સૌ કોઈને સતાવી રહ્યો છે. ત્યારે જળયાત્રાને ( Jalyatra ) મંજૂરી મળી ગઈ છે. જોકે દર વર્ષે 108 કળશની સાથે જલયાત્રા નીકળતી હતી, પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે મંદિરના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટી યાત્રામાં જોડાશે.

આ પણ વાંચોઃ રથયાત્રાને ધ્યાનમાં રાખી આજે 200 પોલીસકર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

અમદાવાદમાં રથયાત્રામી અસમંજસો વચ્ચે શહેર પોલીસ પણ આવી એકશનમાં આવી છે. 18 જૂનના રોજ અમદાવાદ પોલીસે વિવિધ વિસ્તારમાં રથયાત્રા પહેલા ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પોલીસે SRPની ટુકડીને સાથે રાખી 200 જેટલા પોલીસકર્મીઓની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.