- રંગોળી સ્પર્ધા દ્વારા ઉત્સવમાં ઉત્સાહ વધારવાનો પ્રયાસ
- વૃક્ષો અને હરિયાળી માટે જાણીતું છે ગોદરેજ ગાર્ડન સિટી
- 4500 કરતાં વધારે પરિવારો વસવાટ કરે છે
અમદાવાદઃ ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર ઘટાદાર વૃક્ષો અને હરિયાળી માટે જાણીતો છે. શહેરના જગતપુર અને એસ.જી. હાઇવે નજીક આવેલા આ વિસ્તારમાં અંદાજે 4500 જેટલા કુટુંબો વસવાટ કરે છે. દેશના ખૂણેખૂણેથી આવીને વસતાં લોકો ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર અને ઉત્સવો ભેગા મળી ઉજવવાનો પ્રયાસ કરતા રહે છે. કોરોનાની મહામારીના કપરા કાળમાં પણ સમાજના દરેક વર્ગ સુધી મેસેજ પહોંચે જાગૃતિ આવે એ રીતે ઉત્સવોમાં વિષયોને વણી લેવામાં આવે છે.
ગોદરજ સિટીની યુથ કલબનું આયોજન
જીજીસીયુના નવીન પટેલ કહે છે, આ વર્ષે દિવાળીનો માહોલ ઓછો જણાતો હતો. પરંતુ ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોમાં એક સકારાત્મક ઊર્જા આવે, ઉત્સવનો ઉત્સાહ વધે, એકતાની ભાવના જાગે એ હેતુથી રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું. સ્પર્ધા એટલા માટે કે, આટલા મોટા સિટીમાં તહેવાર વખતે સ્વચ્છતાની સાથે સુંદરતા જળવાય. સૌ પોતાના પરિસરમાં રંગોળી પૂરે અને આંગણું સુંદર બનાવવા પ્રયાસ કરે.
30 કરતાં વધારે જગ્યાએ રંગોળી પુરવામાં આવી
તીવોલી, ઓર્ચાડ, બેલવેડેર જેવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા જુદા ભાગોમાં 30 કરતાં વધારે જગ્યાએ લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રાંગણને રંગોળીની સાથે ફૂલો અને દીવાથી સજાવ્યું હતું. એપાર્ટમેન્ટના દરવાજા પર કલાત્મક છત્રી અને રંગબેરંગી પડદાની સાથે શુસોભન કરવામાં આવ્યું હતું. ભારતના જુદા જુદા પ્રાંતના લોકો વસવાટ કરે છે.