અમદાવાદ : સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર (Rakshabandhan 2022) ખાતે સ્વામિનારાયણ ભગવાનને 1500 રાખડીના ભવ્ય શણગાર સજાવવામાં આવ્યા હતા. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરેલી આ રાખડી કુમકુમ મંદિરની બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈઓને બાંધશે. આ રાખડીઓ બહેનો પોતાના ભાઈઓ માટે મુંબઈ, અમેરિકા, કેનેડા, લંડન પોતાના વસતા ભાઈઓને પણ મોકલાશે.
રક્ષાબંધનનું મહત્વ - રક્ષાબંધનનો તહેવાર એટલે આજના સમય પ્રમાણે તેને સિસ્ટર્સ ડે કહેવાય. રક્ષાબંધનએ ભાઈ અને બહેનના પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે. પરાક્રમી ભાઈની રક્ષા માટે બહેન પોતાના ભક્તિભીના હૃદયથી (Swaminarayan Decorated rakhis) વણાયેલા પ્રેમના તાંતણાથી ભાઈના હાથે રક્ષાસૂત્ર બાંધે છે. જ્યારે સતત યુદ્ધો થતાં હતાં અને તલવાર યુગ ચાલતો હતો ત્યારે બહેનની રક્ષા ભાઈ માટે રક્ષાકવચ સાબિત થતું હતું. કાંડા ઉપર એક દોરો બાંધીને બહેન ભાઈની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળતા અને આજે પણ સાંભળે છે.
આ પણ વાંચો : દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના
20 બહેનોએ કર્યો શણગાર - કુમકુમ મંદિરની 20 જેટલી બહેનોએ આ શણગાર તૈયાર કર્યા છે. આ શણગાર બાદ આ રાખડીઓ કાઢી લેવામાં આવશે. તેમજ રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને બાંધશે અને જે બહેનોના ભાઈ (Raksha Bandhan Festival 2022) વિદેશમાં વસે છે. તેના માટે તેઓ મોકલી શકે, તો રક્ષાબંધનના દિવસે તે ભાઈઓ પણ રાખડી બાંધી શકે. તેથી આ રાખડીના શણગાર વહેલા તૈયાર કરીને ભગવાનને ધરાવામાં આવ્યા છે.
7 દિવસની મહેનત - કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની બહેનોએ પોતાના ભાઈઓને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળે તો, તેઓ આલોક અને પરલોકમાં સુખી થાય, ભગવાન તેમની કામ, ક્રોધાદી (Ahmedabad Swaminarayan Temple)દોષોથી રક્ષા કરી અને તેમને સુખી રાખે તેવા હેતુથી આ રાખડીના શણગાર તેમને 7 દિવસની મહેનત (Rakshabandhan Festival Significance) ના અંતે તૈયાર કર્યા છે.
આ પણ વાંચો : એવી રાખડી કે જે વર્ષો સુધી સાચવી શકાય, આ રીતે તૈયાર કરી પ્રેમની પરિભાષા
શ્રાવણી પૂનમ - રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને પણ અનેક વખત ઉજવ્યો છે. શ્રીજીમહારાજને અનેક પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે, કરજીસણ ગામના ગોવિંદભાઈ સાહીઠ - સાહીઠ ગાઉ ચાલીને પણ સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધવા ગઢપુર આવતા હતા. સદ્. પ્રેમાનંદ સ્વામી આદિ અનેક સંતો-ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી તેના અનેક કીર્તનો પણ રચ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક મંદિરોમાં આ પરંપરા આજેય જોવા મળે છે. રક્ષાબંધનના દિવસે સંતો - ભક્તો આ દિવસે સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધીને પૂજન કરીને પોતાના દોષોથી રક્ષણ કરવાની યાચના કરે છે.