અમદાવાદ: ગુજરાતમાં ચાલુ મોસમનો સરેરાશ 107.97 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 221.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 142.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 95.60 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 92.77 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 80.79 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં સીઝનનો સરેરાશ વરસાદ 84 ટકા થઈ ગયો છે, અને તેમાં ધોળકા તાલુકામાં 104 ટકા વરસાદ વરસી ગયો છે.
ગુજરાતમાં વરસાદી પેટર્ન બદલાઈ, તેનું શું કારણ? ડ્રાય વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક વરસાદ
ગુજરાતમાં હવામાન પલટાયું છે એટલે કે ઋતુચક્રમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે, શિયાળામાં ઠંડી વધતી જઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં વરસાદ પણ વધુ થયો છે. કલાઈમેન્ટ ચેન્જને કારણે વરસાદની પેર્ટન બદલાઈ છે. કોરોના કાળની નુકસાની સારું ચોમાસુ ભરપાઈ કરી આપશે. પ્રોત્સાહક ચોમાસાને કારણે ગુજરાતમાં વાવેતર વિસ્તાર વધ્યો છે. એટલે કે આ વર્ષે ચોમાસું પાક સારા થશે અને ઉતારો પણ વધુ આવશે. જુઓ ગુજરાતના સારા વરસાદ પર ETV Bharatનો વિશેષ રિપોર્ટ.