ETV Bharat / city

એલર્ટ રહેજો... ગુજરાત પર હજુ પણ 5 દિવસ ઝળુંબશે વરસાદ, હવામાન વિભાગની આગાહી - વરસાદની આગાહી

ગુજરાતમાં સરેરાશ 80થી 85 ટકા વરસાદ થયો છે અને હજુ પણ રાજ્યમાં 15થી 20 ટકા વરસાદની ઘટ છે, ત્યારે અરબી સમુદ્ર પર સર્જાયેલ લો-પ્રેશરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત પર હજુ પણ 5 દિવસ ઝળુંબશે વરસાદ
ગુજરાત પર હજુ પણ 5 દિવસ ઝળુંબશે વરસાદ
author img

By

Published : Sep 25, 2021, 8:15 PM IST

  • ગુજરાતમાં વધુ 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
  • અરબી સમુદ્ર પર લો-પ્રેશરને કારણે પડશે વરસાદ
  • પાછોતરા વરસાદને કારણે ઊભા પાક અને ખેતરોમાં નુકસાન

અમદાવાદ: જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાયા પછી હવે સપ્ટેમ્બર મહિનો એટલે કે ભાદરવા મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ આવ્યો છે અને હજી વધુ આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

27 સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થશે

અરબી સમુદ્ર પર સર્જાયેલા લો-પ્રેશરને કારણે ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ થવાની વકી છે. જો કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઉઘાડ નીકળી ગયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે.

રાજ્યમાં 15થી 20 ટકા વરસાદની ઘટ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 80થી 85 ટકા વરસાદ થયો છે, એટલે કે 15થી 20 ટકાની ઘટ છે. ઉલ્લેખનીય છે સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદને કારણે ઊભા પાકને અને માલ-મિલકતને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરી દેવાઈ છે અને ત્યારબાદ રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે.

3 જિલ્લાના ખેડૂતોની સહાયમાં વધારો થઈ શકે છે

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં જે રીતે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું છે તથા જમીન ધોવાણ થયું છે તે મામલે રાજ્ય સરકાર ખેડૂતોને વીઘાદીઠ 20 હજારની સહાય ચૂકવણી કરશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે. અગાઉ પાક નુકસાની માટે 6800 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે ચૂકવાય છે. તો હવે રાજ્યમાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 3 જિલ્લામાં સહાયમાં વધારો કરાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આ દરમિયાન હજી પણ વધુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં એકાંતરે વરસાદથી ખેતીમાં ફાયદો, તો ક્યાંક લીલા દુકાળ જેવી સ્થિતિ કેમ?

આ પણ વાંચો: અતિવૃષ્ટિથી પાકને નુકસાન, રાજ્ય સરકાર આ 3 જિલ્લા માટે હેક્ટર દીઠ 20 હજારની સહાયની જાહેરાત કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.