- શહેરમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ
- વરસાદના કારણે લોકોને બફારાથી રાહત
- વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદઃ શહેરના રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રિના સમયે 9 કલાકથી કડાકાભડાકા સાથે વરસાદ વરસાવા લાગ્યો છે. શહેરના ઘાટલોડીયા, રાણીપ, ન્યુ રાણીપ, મોટેરા, ચાંદખેડા, ગોતા, એસજી હાઇવે, વૈષ્ણવદેવી, સાયન્સ સિટી, શીલજ, બોપલ, ઘુમા, બાકરોલ, નવાપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે દિવસ દરમિયાન રહેલા બફારામાં લોકોને રાહત મળી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી
લોકોને હાલાંકીનો સામનો
વરસાદના કારણે UGVCLની પાવર સપ્લાય શહેર આસપાસના મોટાભાગના વિસ્તારમાં ડૂલ થઈ ગઈ છે. બોપલ, ઘુમા, વિવેકાનંદનગર, બાકરોલ, સનાથલ સહિત આસપાસના વિસ્તારમાં એક તરફ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ લોકોને અંધારામાં ઘરમાં પૂરાઈ રહેવું પડી રહ્યું છે. જેથી લોકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.