ગુરૂવારે સુરત કોર્ટમાં જુબાની આપ્યા બાદ શુક્રવારે કોંગ્રેસના દિગજ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. જ્યાં, કોંગ્રસના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું એરપોર્ટ, દફનાળા અને અલગ અલગ પાંચ સ્થળ પર સ્વાગત કરવામાં આવશે.રાહુલ ગાંધી લગભગ બપોરે 2.30 વાગ્યે જુબાની આપવા માટે મેટ્રો કોર્ટમાં હાજર રહેશે.
આ મુદ્દે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસેએ કમિટીના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે, કાયદા પ્રત્યે માન હોવાથી રાહુલ ન્યાયાલયમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, અગાઉની મુદતમાં CWCની બેઠક હોવાથી રાહુલ કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા.
અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બીજીવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું.જેની બજવણી થતા તેમને 9 ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો ફરમાન હતો. કોંગ્રેસના વકીલ પંકજ ચાંપાનેરી અને ઈકબાલ શેખ દ્વારા શુક્રવારે મેટ્રો કોર્ટમાં એક્ઝશન અરજી દાખલ કરવામાં આવી હતી. જેના કારણે, અરજદારના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. રાહુના વકીલે એક્ઝશન અરજીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકની વ્યસ્તતાનો હવાલો આપી હાજર ન રહેવા અંગે રજૂઆત કરી હતી. અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલ અજીતસિંહ જાડેજાએ એક્ઝશન અરજી સામે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે, રાહુલ ગાંધીની ગેરહાજરી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું કારણ આપવામાં આવ્યું છે. ખરેખર આ બેઠક યોજાય છે કે કેમ એ અંગે કોઈ જ પૂરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
મેટ્રો કોર્ટ મેજિસ્ટ્રેટ ડીએસ ડાભીએ બંને પક્ષની રજૂઆત બાદ કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવેલી એક્ઝશન અરજીને માન્ય રાખી વધુ સુનાવણી 11મી ઓક્ટોબરે નિયત કરી છે. આટલું જ નહીં કોંગ્રેસના વકીલ દ્વારા કેસના તમામ પેપરની કોપી અંગ્રેજીમાં પુરી પાડવાની માગ પણ કોર્ટે માન્ય રાખી હતી.
મધ્યપ્રદેશના જબલપુરમાં અમિત શાહ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને બે વખત સમન્સ પાઠવવામાં આવ્યાં હતા.પહેલા સમન્સની બજવણી ન થતા મેટ્રો કોર્ટે બીજીવાર સમન્સ પાઠવી રાહુલને હાજર થવાનું ફરમાન કર્યું હતું.
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, ગત 24મી એપ્રિલના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં આપાયેલા વિવાદાસ્પદ નિવેદનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરવામાં આવ્યું હતું અને સ્થાનિક અખબારમાં પણ છાપવામાં આવ્યું હતું. તે માટે જ બદનકક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગંધી વિરૂદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું હતું.
કોર્ટે અરજદારના વકીલને પુછ્યું કે,વિવાદાસ્પદ નિવેદન મધ્યપ્રદેશના જબલપુરમાં આપવામાં આવ્યું છે, ત્યારે કેસ અમદાવાદ કેમ દાખલ કરવામાં આવ્યું? જેના જવાબમાં અરજદારના વકીલે હતું કે, અરજદાર ખાડિયા બેઠકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યાં છે.જ્યારે ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ચેનલ પર વિવાદાસ્પદ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું. જેમાં,કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત શાહને 'હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યા શાન હે' જેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કોર્ટે આ મમાલે અરજદારને ભાજપ સાથે જોડાયેલા હોવાના પુરાવવા રજૂ કરવાનો આદેશ કર્યો હતો.