ETV Bharat / city

કૉંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ બંધ કરી દઈશુંઃ રાહુલ ગાંધી - Rahul Gandhi on Par Tapi Narmada Riverlink Project

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એક દિવસના દાહોદ પ્રવાસે (Rahul Gandhi Gujarat Visit) પહોંચ્યા હતા. અહીં તેમણે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન (Rahul Gandhi address Tribal Satyagraha Rally) કર્યું હતું.

કૉંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ બંધ કરી દઈશુંઃ રાહુલ ગાંધી

author img

By

Published : May 10, 2022, 11:46 AM IST

Updated : May 10, 2022, 4:35 PM IST

અમદાવાદ/દાહોદઃ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દાહોદના પ્રવાસે (Rahul Gandhi Gujarat Visit) પહોંચ્યા હતા. અહીં તેમણે નવજીવન કૉલેજ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત (Rahul Gandhi address Tribal Satyagraha Rally) કરી હતી. કૉંગ્રેસનો નિર્ધાર જળ, જંગલ, જમીનનો અધિકારના સૂત્ર સાથે આ રેલીનું આયોજન (Rahul Gandhi address Tribal Satyagraha Rally) કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રેલીના સ્થળ ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનું સંબોધન- કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, આજની આ રેલી જાહેર બેઠક નથી, પરંતુ આ રેલી એક આંદોલન અને સત્યાગ્રહની શરૂઆત (Rahul Gandhi on PM Modi) છે. આજે દેશમાં 2 ભારત છે. એક અમીરોનું ભારત, જેમાં કેટલાક લોકો જ છે. મોટા મોટા અબજોપતિ, બ્યૂરોક્રેટ્સ, જેમની પાસે સત્તા, ધન, અહંકાર છે. અને બીજું ભારત ભારતની સામાન્ય જનતાનું છે. જોકે, કૉંગ્રેસ 2 ભારત નથી ઈચ્છતી. અમને એક જ ભારત જોઈએ છે. તેમાં તમામ લોકોનો આદર થવો જોઈએ. સૌને તક મળવી જોઈએ. સૌને શિક્ષણ મળવું જોઈએ.

  • हमने छत्तीसगढ़ में कहा कि किसानों का कर्ज़ा माफ होगा और धान 2050 प्रति क्विंटल सरकार खरीदेगी। हमने जो कहा था वो करके दिखाया। हम आपसे मिलकर समझना चाहते हैं कि आदिवासियों के लिए क्या करना है: दाहोद, गुजरात में एक आदिवासी सम्मेलन को संबोधित करते हुए राहुल गांधी pic.twitter.com/KIZxlGMmby

    — ANI_HindiNews (@AHindinews) May 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આંદોલન માટે નથી મળતી મંજૂરી - રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ચૂંટણી જીતશે તો તાપી પાર રિવર લિન્ક યોજના (Rahul Gandhi on Par Tapi Narmada Riverlink Project) બંધ કરશે. ભાજપ સરકાર સામાન્ય જનતાને કંઈ નહીં આપે. ગુજરાતમાં આંદોલન માટે પણ મંજૂરી નથી મળતી. આદિવાસીઓએ હવે કૉંગ્રેસ સાથે મળીને સંઘર્ષ કરવો પડશે. ભાજપની સરકાર તમને આપશે નહીં તમારાથી છીનવી લેશે. અને તમારે તમારો હક છીનવવો પડશે.

યુવાનોએ સચ્ચાઈ માટે લડવા આગળ આવવું પડશેઃ રાહુલ ગાંધી - આજે 2થી 3 લોકો જ સરકાર ચલાવે છે. જનતા ડરેલી છે. આખો દિવસ મીડિયા પર એક જ ચહેરો દેખાય છે તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Rahul Gandhi on PM Modi). મીડિયામાં પણ સચ્ચાઈ નથી દેખાઈ રહી. જોકે, હવે યુવાનોએ સચ્ચાઈ માટે ડર્યા વગર લડવું પડશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આગામી સમયમાં ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે. અને આ આંદોલન પછી તે સરકારમાં આદિવાસીઓની સરકાર હશે. તેમના ધારાસભ્યો હશે અને જે આદિવાસીઓને જોઈએ તે જ કૉંગ્રેસની સરકાર કરશે. આદિવાસીઓના જળ, જંગલ અને જમીનની સુરક્ષા કૉંગ્રેસ સરકાર કરશે.

આ પણ વાંચો- ભાજપ નેતાના આંગણે હાર્દિક પટેલ, જાણો શું છે હકીકત

જળ, જંગલ, જમીન પર કોઈની માલિકી નથીઃ રાહુલ ગાંધી - આ જળ, જંગલ અને જમીન કોઈ ઉદ્યોગપતિની માલિકીનું નથી. એ તમારું છે. આદિવાસીઓ, ગરીબો અને ભારતના દરેક નાગરિકનું છે. જોકે, તેનો ફાયદો તમને નથી મળતો. UPAની સરકાર હતી. તો અમે સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો કે, ભારતનું જે ધન છે. જળ, જંગલ, જમીન અમે પૂરો પ્રયાસ કર્યો. આનો ફાયદો દરેક ભારતીય નાગરિકોને મળે. તેના માટે અમે મોટા પગલાં પણ લીધા હતા.

આ પણ વાંચો- Congress Attacked BJP : પોસ્ટ સેવા મર્જ કરવાના બહાને બંધ કેમ : કોંગ્રેસ

PMએ મનરેગા યોજનાની ઉડાવી મજાકઃ રાહુલ ગાંધી - કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Rahul Gandhi on PM Modi) લોકસભામાં સમગ્ર વિશ્વની સામે મનરેગા યોજનાની મજાક ઉડાવી હતી. વડાપ્રધાને નોટબંધી કરી લોકોને બેન્કની સામે ઊભા કરી દીધા હતા. આખો દેશ બેન્કની બહાર ઊભો હતો. જોકે આનાથી કાળા નાણા સામે તો કંઈ ન થયું, પરંતુ અબજોપતિને જરૂર ફાયદો થયો.

રાહુલ ગાંધીએ મીડિયા પર પણ કર્યા આક્ષેપ - ગુજરાતમાં 3 લાખ લોકોના મોત થયા છે. તે અંગે મીડિયા પણ કંઈ ધ્યાન નથી આપી રહ્યું. ભારતમાં કોરોનાના કારણે 50 લાખ જેટલા મોત થયા. તેમ છતાં મીડિયા ચૂપ છે. ટીવી પર 24 કલાક માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ ચહેરો જોવા મળશે. ગુજરાતનું જળ, જમીન અને જંગલ રાજ્ય સરકારનું નથી, પરંતુ તમારું છે. જોકે, તેનો લાભ તમને નથી મળી રહ્યો અને આ વાતને ગુજરાતનો દરેક આદિવાસી સારી રીતે સમજે છે. કોરોનામાં આદિવાસીઓને યોગ્ય સારવાર ન મળી. અમારું આ આંદોલન આદિવાસીઓ માટે છે. અમે તમારી માગણી સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ.

Last Updated : May 10, 2022, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.