ETV Bharat / city

2022 વિધાનસભામાં જીત મેળવવી જ મુખ્ય લક્ષ્યાંક: ગુજ. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા - Gujarat Congress in-charge Raghu Sharma

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ પદ સંભાળ્યા બાદ ગુજરાત પ્રવાસે આવેલા આવેલા રઘુ શર્માએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આગામી વર્ષ 2022 ની ચૂંટણી માટે કોંગ્રેસમાં મોટા ફેરબદલ કરવામાં આવશે. જે બાદ 2022 વિધાનસભા ચૂંટણીનાં લક્ષ્યાંક સાથે અત્યારે ગુજરાત કોંગ્રેસમાં કામ કરવામાં આવી રહ્યું છે.

Latest news of Ahmedabad
Latest news of Ahmedabad
author img

By

Published : Oct 10, 2021, 5:17 PM IST

  • ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સિનિયર નેતાઓ સાથે કરી બેઠક
  • ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલ આવવાના આપ્યા સંકેત
  • 2022માં કોંગ્રેસ સત્તામાં હશે તેવો દર્શાવ્યો વિશ્વાસ

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજકાત કોંગ્રેસમાં સંગઠન ફેરબદલના પણ સંકેત આપ્યા હતા. બુથ કક્ષા સુધી સંગઠન મજબુત કરવા અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ હવે રસ્તા પર આંદોલન કરશે. 2022 ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ મહિનાથી ગુજકાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી હતું. રાજીવ સાતવના નિધન બાદ કોઇ નવી નિમણૂંક કરાઇ ન હતી. કોંગ્રેસ પ્રભારી માટે 2022 ની ચૂંટણી મોટો પડકાર છે. પ્રભારીએ પ્રથમ દિવસથી જ સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી ગુજરાતની કામગીરી શરૂ કરી છે.

2022 વિધાનસભામાં જીત મેળવવી જ મુખ્ય લક્ષ્યાંક: ગુજ. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

સવાલ- ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવા ક્યાં પ્રકારની સૌથી પ્રથમ રણનીતિ ?

જવાબ: કોંગ્રેસ પાર્ટી સંગઠનને મજબુત કરવા માટે થઈને સૌથી પહેલા બૂથ કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને જેટલા પણ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ, કોંગ્રેસના યુવા કાર્યકરો સાથે બેઠક કરી સામાજિક સમરસતા ઉભી કરવામાં આવશે. તો બીજી તરફ દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારે જે પાર્ટીને મજબૂત રીતે આગળ લઈ જઈ શકે હોય તેવા નેતાઓને, કાર્યકરને જવાબદારી સોંપવામાં આવશે. બધા જ એક સાથે મળી ક્યાં પ્રકારે ભાજપને સત્તાથી દૂર કરી શકાય તેવી રીતે કામ કરવામાં આવશે, જેની પર પ્રથમ ધ્યાન આપવામાં આવશે.

સવાલ- કોંગ્રેસ પાર્ટી સત્તાથી 25 વર્ષ દૂર રહી છે હવે સત્તામાં લાવવા શું કરવામાં આવશે ?

જવાબ: હાલ સૌથી પ્રથમ કામ કોંગ્રેસ પાર્ટીને મજબૂત રીતે ઉભું કરવાનું રહેલું છે. ત્યારબાદ મુદ્દાના આધારે રસ્તા પર આવીને લડાઈ આપવાની છે. ગુજરાત ગર્વન્સ મોડલને પ્રચારમાં કોઈ જ કમી નથી રાખી પરંતુ હકીકત કંઈક અલગ જ રહેલી છે. 25 વર્ષ સત્તામાં રહ્યા પછી પણ ભાજપ મોંઘવારી, ગરીબી, બેરોજગારી દૂર નથી કરી શકી. દેશમાં કોવિડ- 19 મહામારીમાં ગુજરાતમાં ભાજપે વ્યવસાયીકરણ કર્યું છે. શિક્ષણનું પણ વ્યવસાયીકરણ કર્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ગરીબ માણસ સારવાર જ નથી લઈ શકતો, ત્યારે સરકારી ક્ષેત્ર 25 વર્ષમાં શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધામાં કોઈપણ પ્રકારનું કામ થયું નથી. જેના કારણે કોરોનામાં ગુજરાતની હાલત સૌથી વધુ ખરાબ રહી છે. રાજસ્થાનમાં નિઃશુલ્ક દવા છે, નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્ર રહેલા છે. 5 લાખ સુધી વીમો આપવા આવી રહ્યો છે. તમામ પ્રકારે રાજસ્થાનમાં સરકારી ક્ષેત્ર મજબૂત બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજસ્થાનની જે પ્રાઇવેટ હોસ્પિટલ લોકો ભરતી હતા, જેના લાખો રૂપિયા બિલ બની ગયા હતા તે તમામ લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ થવા માટે થઈ ફોન કરી રહ્યા હતા. જેના કારણે દેશમાં કોરોનાના કારણે રાજસ્થાનમાં મૃત્યુદર સૌથી ઓછો હતો. દેશના વડાપ્રધાનને પણ આ અંગે વખાણ કર્યા હતા. ગુજરાતમાં આ પ્રકારની વ્યવસ્થા રહેલી નથી, જેના કારણે મહામારી દરમિયાન 108 એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી હતી. સરકારી હોસ્પિટલમાં પથારી માટે ગરીબ અને મધ્યમવર્ગીય લોકો ભટકી રહ્યા હતા. તો બીજી તરફ શિક્ષણમાં પણ આ પરિસ્થિતિ રહેલી છે. સરકારે શિક્ષણ ક્ષેત્ર પણ કોઈ કામ સરકારે કર્યું નથી, જે મુદ્દાને લઈ કામ કરવામાં આવશે. ગુજરાતમાં હિન્દૂ- મુસ્લિમ કરાવવામાં આવી રહ્યું છે. રામ મંદિરની વાત કરી લઈશું અને સરકાર બનાવી લઈશું. 2017 માં સરકાર બનાવી અને 2021 માં મુખ્યપ્રધાન બદલી લીધા, જે કશું કામ કરતા નથી એટલે જ બદલી લીધા છે.

સવાલ- ગુજ. કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂક હજૂ કરવામાં આવી નથી ?

જવાબ: તમામ પ્રક્રિયા ધીરે ધીરે કરવામાં આવશે, હાલ પ્રભારીની જવાબદારી મને સોંપવામાં આવી છે. કોરોના મહામારીના કારણોસર તમામ પ્રક્રિયામાં ઠપ થઈ ગઈ હતી. દરેક રાજકીય પક્ષઓ પર આ અસર થઈ છે. કોરોના મહામારી હવે ધીમે ધીમે ઘટી રહી છે. હવે ગુજ. કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષનેતા તમામની જવાબદારી સોંપવામાં આવશે. જે આગામી દિવસોમાં મજબૂત રીતે ભાજપને લડત આપશે.

કોંગ્રેસ- ગુજરાતમાં કોંગ્રેસની સીટ પર ધારાસભ્ય જીતે અને ભાજપમાં જોડાઈ જાય છે તેને રોકવા શું કરવામાં આવશે ?

જવાબ: આ પ્રકારનું પાપ કોણ કરાવી રહ્યું છે. ધારાસભ્ય ખરીદવાનું કામ કોણ કરી રહ્યું છે. ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશમાં અમારી સરકારને તોડી છે. ગુજરાતમાં પણ અમારા ધારાસભ્યને ખરીદ્યા છે. હું જાણું છું કે ધારાસભ્ય પક્ષ છોડી ગયા છે પરંતુ વેચવાવાળો તો ગુનેગાર છે. તેની સાથે ખરીદી કરવાવાળો પણ ગુનેગાર છે, બન્ને ગુનેગાર છે. સરકારે અગાઉ ધારાસભ્ય ખરીદી કર્યા અને ત્યારબાદ કેટલાકને પ્રધાન બન્યા હતા અને કેટલાકને બચી ગયા હતા તેઓને અત્યારે પ્રધાન બનાવ્યા છે. આ સવાલ ભજપ પાસે રહેલો છે. દેશમાં આ પ્રકારની સંસ્કૃતિ લાવ્યું કોણ છે. ભાજપ 7 વર્ષથી દેશની સત્તામાં આવેલા છો, ત્યારે આટલા રૂપિયા લાવે છે. ક્યાંથી તે તપાસનો વિષય છે. આ દેશના લોકતંત્રને નબળું કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં લોકોએ કોંગ્રેસને જનઆદેશ આપ્યો હતો. ભાજપે ખરીદી પરતોતની રાજનીતિ કરી સરકાર તોડી પાડી હતી, દિલ્લીમાં સરકારમાં બેઠા છો એટલે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. કર્ણાટકમાં પણ સરકાર તોડી પડાઈ છે. ગોવામાં પણ સૌથી વધુ સીટો સાથે જીત મળી હતી. રાતોરાત સત્તાનો ઉપયોગ કરી રાજીનામાં અપાવી ત્યાં સરકાર બનાવી દીધી છે. આ પ્રકારનું કૃત્ય કરી દેશમાં સંસ્કૃતિ બનાવી દીધી છે. પ્રજાનો જનઆદેશ મેળવી જીતે છે કોઈ અને સરકાર બનાવે છે કોઈ બીજું, તો આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે.

સવાલ- 2022માં કેટલી સીટો પર કોંગ્રેસનો લક્ષ્યાંક ?

જવાબ: ગુજરાત કોંગ્રેસ પાર્ટી તમામ સીટો પર વિજય પ્રાપ્ત કરશે. કોઈપણ વસ્તુ અસંભવ રહેલી નથી. ગુજરાતમાં કોઈપણ વસ્તુ ધોકા સિવાય થઇ રહી નથી. ભાજપ સરકાર માત્ર ધોકો જ આપી રહી છે. ચાર જ વરસમાં સરકારનો ચહેરો બદલી કાઢવામાં આવ્યો, લેખે ચાર વર્ષમાં કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી તે સરકારે સ્વીકારી પણ લીધું છે. કેટલાક આરોપો પણ થશે તે ભારતીય જનતા પાર્ટી જ ખુલાસા કરશે અને તેનો જવાબ પણ ભારતીય જનતા પાર્ટી જ આપશે કે ચાર વર્ષમાં તેઓએ મુખ્યપ્રધાનનો ચહેરો શા માટે બદલી કાઢ્યો છે. આ પ્રકારનો નિર્ણય સચ્ચાઈ છુપાવવાનો નિર્ણય રહેલો છે. ટૂંકમાં કોઈપણ પાર્ટ ખરાબ થઈ જાય ત્યારે તેને બદલવો ખુબ જ જરૂરી બની જાય છે.

સવાલ- કોંગ્રેસની સામે ભાજપ અને હવે આમ આદમી પાર્ટી પણ રહેલી છે કેવી રીતે લડત આપવામાં આવશે ?

જવાબ: આમ આદમી પાર્ટી માત્ર ઇલેક્શન દરમિયાન આવતી હોય છે, જે ભાજપ જ મોકલતી હોય છે. જે દરેક રાજ્યમાં અન્ય પાર્ટીઓને નુકસાન પહોંચાડી રહી છે. પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટી શા માટે નજર નથી આવતી, ઇલેક્શન દરમિયાન જ આમ આદમી પાર્ટી ઓવૈસીની પાર્ટી સક્રિય થઈ રહી છે. જે કોંગ્રેસની વોટબેંકની તોડીને ભાજપને સીધો ફાયદો અપાવી રહી છે, જે પ્રજાજન આદેશ પણ જાણી ગઈ છે. જેને લઇને જનતાએ હવે મન બનાવી લીધું છે અને હવે ભાજપને સત્તાથી દૂર કરવા માટે થઈને તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જનતા જનાદેશને પણ ખબર છે. આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી સત્તામાં આવી શકે તેમ છે નહીં, તે સીધો ફાયદો ભાજપને પહોંચાડી રહી છે.

પાંચ વર્ષમાં કોઈપણ પ્રકારના કામો થયા ન હતા. અંતે હાર નજરે આવતા CM બદલી દીધા ગુજરાતમાં ચૂંટણી એક વર્ષ પહેલા જ કેમ નવા ચહેરા ભાજપ લાવા પડે છે. CM સહિત પ્રધાનોને ભાજપ બહારનો રસ્તો બતાવ્યો છે. તે જ દર્શાવે છે કે, ભાજપ કોરોના સમય સાશનમાં નિષ્ફળ રહી છે. રાજસ્થાન સરકારે કોરોના સમયે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી અને કેન્દ્ર સરકાર પણ વખાણ કરવા પડ્યા હતા. ભાજપ સરકારે કોરોના લોકોને મરવા તરછોડી મુક્યા હતા. હવે જ્યારે હાર જોઈ એટલે ચહેરા બદલી નાંખ્યા છે. વર્ષ 2022 ની ચૂંટણી માટે કોંગ્રેસનું પ્લાનિગ અત્યારથી શરૂ કર્યું છે. કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણી આ વખતે જીતશે. 2017 ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર થોડા આંકડાઓ પાછળ હતી. કોંગ્રેસ નવા સંગઠન અને નવી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાત કોંગ્રેસમા નવા સંગઠનની નિમણૂક ટૂંક સમયમાં જ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.