- કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પ્રમુખ પદે જગદીશ ઠાકોરનું નામ જાહેર
- 2022માં કોંગ્રેસ બહુમતી સાથે વિજય થશે: રઘુ શર્મા
- વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ જાહેર
અમદાવાદ: ગુજરાતમાં કાર્તિકી અમાવસ્યાના પૂર્વ દિવસે ગુજરાત કોંગ્રેસના નવનિર્વાચિત પ્રમુખ (Gujarat congress new president) જગદીશ ઠાકોરની ભવ્ય રીતે તાજપોશી કાર્યક્રમ પૂર્વે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક બાદ વિપક્ષમાં વિપક્ષીનેતા સુખરામ રાઠવા અને જગદીશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સિનિયર નેતાઓ સહિત પ્રભારી રઘુ શર્માની હાજરીમાં ધારાસભ્ય સુખરામ રાઠવાની પ્રસ્તાવના રાખવામાં આવી હતી. જેમાં સર્વ સંમતિથી બંધાયા બાદ તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં થશે ખામ થિયરી રિપીટ?
ગુજરાત કોંગ્રેસમાં અસ્તિત્વ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જૂથવાદ ચરમસીમાએ છે પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતાની પસંદગીમાં ઘણો સમય લાગ્યો હતો ઘણી અડચણો બાદ કોંગ્રેસ 2022 (Gujarat assembly election 2022) પહેલાં જ માસ્ટર સ્ટ્રોક ખેલી નાખ્યો છે. જેમા સ્ટોક ઓબીસી અને આદિવાસી ચહેરાના રૂપમાં છે. કારણકે ખામ થિયરીના અંદાજથી જ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની સત્તાવાર રીતે પસંદગી કરી નાખી છે.
આગામી ચૂંટણીમાં પ્રજા વચ્ચે કયા મુદ્દાઓ રહેશે?
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ETV BHARAT સાથેની ખાસ વાતચીત (Raghu Sharma Exclusive Interview)માં જણાવ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસ આગામી ચૂંટણી દરમિયાન પ્રજા વચ્ચે મોંઘવારી બેરોજગારી મહામારી સહિત અનેક મુદ્દાઓ સાથે પ્રજા વચ્ચે જશે. પ્રજાની લાગણી માંગણી અને આશાઓની વાચા આપશે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં મજબૂત સંગઠન બનાવવામાં આવશે. જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે મજબૂત બૂથ મેનેજમેન્ટ કરવામાં આવશે. જે આગામી 2022ની ચૂંટણીમાં ભાજપને ચોક્કસ હારનો સામનો કરવો પડશે.
2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ બહુમતિ સાથે વિજય થશે: સંકલ્પ
ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કર્યો છે કે, આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ બહુમતિ સાથે વિજય થશે (Congress will win in 2022) અને સરકાર બનાવશે તો બીજી તરફ ગુજરાતમાં ભાજપની સત્તા અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવશે. જે પરિણામોને આધારે આગામી 2024ની લોકસભાની ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરી નાખવામાં આવશે. તો બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેઓએ રાજીનામું ધરી દીધું હતું, ત્યારબાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની સુકાન કોને સોંપવી તેના માટે થઈને મનોમંથન કરવામાં આવી રહ્યું હતું. જેના આધારે આજે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જગદીશ ઠાકોરનું નામ જાહેર થયું છે. જ્યારે વિપક્ષ નેતા તરીકે સર્વાનુમતે સુખરામ રાઠવાના નામ પર મોહર વાગી હતી.
આ પણ વાંચો: 2022 વિધાનસભામાં જીત મેળવવી જ મુખ્ય લક્ષ્યાંક: ગુજ. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા
આ પણ વાંચો: રઘુ શર્માના નિવેદન પર સી. આર. બોલ્યા - આ ગુજરાતીઓની લાગણીનું અપમાન, માફી માગો