અલ્પેશ ઠાકોર પોતાનો અહમ સંતોષવા માટે કોંગ્રેસને વારંવાર બ્લેકમેલ કરી રહ્યા છે અને કોંગ્રેસ છોડી દેવાની વારંવાર ચીમકી બાદ આખરે પોતાની માંગણીઓ ના સંતોષાતા તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજીનામું આપી દીધું હતું.
જોકે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોરનો રાજીનામું પત્ર હજી સુધી મળ્યો નથી. તેવો ખુલાસો કર્યો હતો અને અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે પણ અલ્પેશ ઠાકોર પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. જોકે અલ્પેશ ગઈકાલે જણાવ્યું હતું કે, મેં પત્ર મોકલી આપ્યો છે.