ETV Bharat / city

અમદાવાદ સિવિલમાં કોરોનાના 300થી વધુ દર્દીઓના મોતથી સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 પર સર્જાયા પ્રશ્નો, કોંગ્રેસનો વિરોધ

author img

By

Published : May 20, 2020, 8:29 PM IST

સમગ્ર વિશ્વમાં કોવિડ-19ની મહામારી ફેલાઈ છે. હોસ્પિટલો ઓછી પડી રહી છે, દવાઓ ખૂટી રહી છે, વેન્ટિલેટરની અછત પડી રહી છે. ત્યારે ગુજરાતમાં રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીએ સ્વદેશી વેન્ટિલેટર બનાવ્યું અને તેનું નામ આપ્યું ધમણ-1 આ ધમણ-1નું લોન્ચિગ સીએમ વિજય રૂપાણીના હસ્તે થયું હતું. જ્યોતિ સીએનસી કંપનીએ 1000 ધમણ-1 અમદાવાદની સિવિલ હોસ્પિટલને આપ્યા હતા. જરૂર પડે બીજા સ્વદેશી ધમણ આપવાની વાત કરી હતી. જો કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ 300થી વધુ કોરોનાના દર્દીઓના મોત થતા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 પર પ્રશ્નાર્થ સર્જાયો. શું આ સ્વદેશી વેન્ટિલેટર ફેઈલ થયા છે. શું તેનું ટેસ્ટિંગ કર્યા વગર જ તેને સારવારમાં લઈ લેવાયા છે. સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ને લઈને હાલ રાજ્ય સરકાર અને કોંગ્રેસ આમનેસામને આવી ગયા છે. શું છે સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની સચ્ચાઈ, તે જાણીએ આ ઈ ટીવી ભારતના વિશેષ અહેવાલમાં.

ahmedabad
સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1

અમદાવાદઃ દેશની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓ માટે 2000 બેડની નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની નામના દેશભરમાં છે, ત્યારે આ એજ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 300થી વધુ દર્દીઓના મોત થયા છે, જેથી પ્રશ્ન એ થાય કે, ગંભીર દર્દીઓને વેન્ટિલેટર પર રખાયા પછી તે દર્દી જીવીત કેમ રહી શકતો નથી? એટલે કે, ધમણ-1 ખામીયુકત છે, તે સાબિત થાય છે.

સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 પર સર્જાયા પ્રશ્નો, કોંગ્રેસનો વિરોધ
કોરોના મહામારીમાં લોકડાઉનના 56 દિવસે ધમણ-1 વેન્ટિલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની જિંદગી સાથે ધમણ-1ના નામે ગંભીર ખેલ ખેલ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાને સસ્તી પ્રસિદ્ધિ, વાહવાહી, પોતાના મિત્રની કંપનીનું માર્કેટિંગ કરવા માટે ગુજરાતીઓની જિંદગીને દાવ પર મુકવાનું કામ કર્યું છે.
આરોગ્ય સચિવ જયંતિ રવિ

56 દિવસના લોકડાઉનના લાંબા ગાળામાં મુખ્યપ્રધાન માત્ર એક જ વખત 5 એપ્રિલ, 2020ના રોજ ધમણ-1ના લોન્ચિંગ માટે ઘરની બહાર આવ્યા છે. આજે ગુજરાતની જનતા પરેશાન છે, લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. 5 એપ્રિલે સ્વદેશી, સસ્તું અને રાજ્ય જ નહીં સમગ્ર દેશને પુરા પાડી શકીશું તેવા વેન્ટિલેટર મળશે. ધમણ-1ના નિર્માતાઓએ પ્રથમ દિવસે જ સ્પષ્ટતા કરી હતી કે, આ વેન્ટિલેટરની મર્યાદાઓ શું છે, શું કમીઓ છે, તેની કામ કરવાની ક્ષમતા કેટલી છે તેની સંપૂર્ણ માહિતી રાજ્ય સરકારને પ્રથમ દિવસે જ આપવામાં આવી હતી. સરકાર સંપૂર્ણપણે જાણતી હતી કે ધમણ-1ના ભરોસે આપણે કોરોનાના દર્દીઓને સારવાર નહી આપી શકીએ, તેમને નહી બચાવી શકીએ અને તેવું જાણતા હોવા છતાં પણ ગુજરાતની જનતાને અજાણ રાખવામાં આવી. આ કારણથી સરકાર પર પ્રશ્ન ઉભા થાય છે કે, ઢોલ વગાડીને મોટી જાહેરાતો શું કામ કરવામાં આવી? શું કામ લોકોની જિંદગી સાથે ખેલ ખેલવામાં આવ્યો, શું કામ મિત્રની કંપનીનું માર્કેટિંગ કરવા માટે ગુજરાતીઓના જીવને જોખમમાં મુકવામાં આવ્યું? આ સવાલો આજે ગુજરાતના લોકો પુછી રહ્યા છે.

અમીત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ધમણ-1નું ઇન્સ્ટોલેશન કરતા પહેલા નિષ્ણાંતો પાસે અભિપ્રાયો મેળવ્યા હતા કે કેમ? તેનો સરકારે જવાબ આપવો જોઈએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા તે પૈકી કેટલા લોકોને ધમણ 1 હેઠળ સારવાર આપવામાં આવી? આ ઇન્સ્ટોલેશન કરતાં પહેલા DGCIની કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? મેડીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ તેમાં પણ ખાસ જો વેન્ટીલેટર હોય તો DGCIની મંજુરી આવશ્યક છે, નિર્માતાઓએ ધમણ 1 બનાવ્યું તે પહેલા કેટલા સમય સુધી અને કેટલા લોકો ઉપર તેનો ટ્રાયલ કરવામાં આવ્યો? કારણ કે, કોઇપણ વેન્ટીલેટર કક્ષાના ઈન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કરતા પહેલા તેના નિયમો મુજબ અમુક ચોક્કસ સમય સુધી લોકોના પર ટ્રાયલ કરવામાં આવે, તેમાં સંપૂર્ણપણે સફળ થાય ત્યાર પછી જ તેને લોન્ચ કરી શકાય. સરકારે કોઇપણ જાતની ચકાસણી કર્યા સિવાય ધમણ 1ને સીધું ગુજરાતના દર્દીઓની ઉપર અખતરો કર્યો? તેનો પણ સરકાર જવાબ આપવો જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પછી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ આજે તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી હતી. ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ. તેવી વાત તેમણે કરી હતી.

આરોગ્ય સચિવે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટની જ્યોતિ સી.એન.સી. પ્રા. લી. એ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી તા.18 એપ્રિલ, 2020ના રોજ પ્રથમ 10 વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા. સમગ્ર વિશ્વના તમામ દેશોમાં અને ભારતમાં પણ વેન્ટિલેટરની ભારે અછત અને જબરદસ્ત માંગ છે એવા સંજોગોમાં જ્યોતિ સી.એન.સી.એ અત્યાર સુધીમાં કુલ 866 વેન્ટિલેટર સપ્લાય કર્યા છે અને તે પણ વિનામુલ્યે.

ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGIના લાયસન્સની આવશ્યકતા નથી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ડૉ. વી જી. સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ- ૨૦૧૭ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી.
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર એ તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના જી. એસ. આર. ૧૦૨ (E) નોટિફિકેશન બહાર પાડ્યું છે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૦ થી અસરકર્તા આ નોટિફિકેશનમાં ૩૭ વસ્તુઓની યાદી છે, જેના લાયસન્સની આવશ્યકતા છે. આ ૩૭ વસ્તુઓમાં વેન્ટિલેટરનો સમાવેશ કરાયો નથી. એટલે કે, ધમણ-૧ ના લાયસન્સની આજની તારીખે કોઈ આવશ્યકતા નથી. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ઉપરોક્ત ૩૭ સિવાયની કોઈપણ મેડિકલ ડિવાઈસના ઉત્પાદકો આ નોટિફિકેશનની તારીખ થી ૧૮ મહિના સુધીમાં એટલે કે તારીખ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં પોતાના ઉત્પાદનોનું સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રમાણે પણ જો ધમણ-૧ ના ઉત્પાદકો રજીસ્ટ્રેશન કરાવવા કે લાયસન્સ લેવા ઈચ્છે તો તેના સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન માટે ઓક્ટોબર - ૨૦૨૧ સુધીનો સમય છે.

જ્યોતિ સીએનસીએ ધમણ-૧નું નિર્માણ કરતાં પહેલા જરૂરી તમામ ચોકસાઈ રાખી જ છે. ધમણ-૧ ના ટેસ્ટ માટે કૃત્રિમ ફેફસા પર પરીક્ષણ જરૂરી છે. આ માટે જ્યોતિ સી.એન.સી.એ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી; કે જે કૃત્રિમ ફેફસાના વિશ્વના એકમાત્ર નિર્માતા છે, તેમની પાસેથી મેળવીને આર્ટિફિશિયલ લંગ્સ ટેસ્ટ-પર્ફોર્મન્સ ટેસ્ટ કર્યા છે. ધમણ-૧ આ ટેસ્ટમાં પણ પાસ થયું છે. EQDC એ લેબોરેટરીમાં આર્ટિફિશિયલ લંગ્સ પર આઠ કલાક સુધી અને એ સિવાય આઠ કલાક સુધી પર્ફોર્મન્સ ટેસ્ટ કર્યા હતા અને આ તમામ પરીક્ષણોમાં ઘમણ–૧ વેન્ટિનલેટરે સારૂ પરફોર્મન્સ આપ્યું છે.

ધમણ-૧ના પર્ફોર્મન્સ ટ્રાયલની વાત વારંવાર કરવામાં આવે છે, હકીકતમાં આવી કોઈ ટ્રાયલ હોતી જ નથી. દવાઓ, ગોળીઓ, ઔષધિઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને મેડિકલ સાધનોના પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ધમણ-૧ દવા કે ઔષધિ નથી, વેન્ટિલેટર છે જેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી. જેમ નિડલ-સીરીન્જ, સ્ટેથોસ્કોપ વગેરેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી.

વેન્ટિલેટર હાલમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટ તથા મેડિકલ ડિવાઇસ રૂલ્સ હેઠળ સમાવિષ્ટ થતા ન હોઇ તે અન્વયેના કોઇ કાયદાઓ કે જોગવાઇઓ ધમણ–૧ કે કોઇ પણ વેન્ટિલેટરને લાગુ પડતી નથી. આથી તે હેઠળ કોઇ એથિકલ કમિટિની અને મેડિકલ ડિવાઇસ રૂલ્સ ૨૦૧૭ની કોઇ જોગવાઇઓ લાગુ પડતી નથી. એટલે આ કાયદા હેઠળની કેટેગરી–C કે કેટેગરી–D હેઠળ સમાવિષ્ટ થવા બાબતનો કોઇ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

રાજકોટની જ્યોતિ સી.એન.સી.એ ગુજરાત સરકારને મોંધા વેન્ટિલેટર્સ વિનામુલ્યે દાનમાં આપ્યા છે. માદરે વતનને મદદરૂપ થવાની ભાવના સાથે જ્યોતિ સી.એન.સી. અને તેના માલિક પરાક્રમસિંહ જાડેજા માતૃભૂમિનું ઋણ ચુકવવાના નમ્ર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વેન્ટિલેટર્સની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એ માત્ર હીન નહી અમાનવીય કૃત્ય છે. સમગ્ર ભારત કોરોનાના ભયના ઓથાર હેઠળ હતું ત્યારે લૉકડાઉનના કપરા કાળમાં જ્યોતિ સી.એન.સી.એ. દેશહિતમાં-રાજ્યના હિતમાં વેન્ટિલેટરના નિર્માણની કપરી કામગીરી હાથ ધરી હતી.

પોન્ડેચેરી સરકારે જ્યોતિ સી.એન.સી.ને ૨૫ વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો છે અને મહારાષ્ટ્ર સરકારના ઉપયોગ માટે એક ખાનગી દાતા દ્વારા ૨૫ વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર જ્યોતિ સી.એન.સી.ને આપવામાં આવ્યો છે. એટલું જ નહીં ભારત સરકારના એચ.એલ.એલ. લાઇફકેર લી. દ્વારા ગુજરાતની જ્યોતિ સી.એન.સી.ના વેન્ટિલેટર્સની યોગ્ય ગુણવત્તા ચકાસ્યા પછી ૫,૦૦૦ વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રવકતા ભરત પંડયાએ પણ કોંગ્રેસ સામે આકરી પ્રતિક્રિયા આપી છે, તેમજ કોંગ્રેસના પ્રવકતા મનીશ દોશીએ પણ જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે.

આમ હાલ તો ધમણ-1ને લઈને રાજકારણ ગરમાયું છે. જે હોય તે પણ રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 300 દર્દીઓના મોત મામલે તપાસ તો કરવી જોઈએ.

ધમણ-1નો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં જ્યોતિ સીએનસીના માલીક પરાક્રમસિંહ ધમણ-3ને ટેસ્ટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે. જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ટેસ્ટિંગ બાદ સ્વદેશી વેન્ટિલેટર ધમણ-3 લોન્ચ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.