અમદાવાદ: શિક્ષણ જગતને લઈને અવારનવાર મુદ્દા હાઇકોર્ટમાં પહોંચતાં જ હોય છે. તેઓ જ એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં(Mahatma Gandhi School Ahmedabad) ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ(Admission of poor children) આપવામાં આવતો નથી. તેવો આક્ષેપ સાથેની હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી(Public interest litigation in High Court) કરાઈ છે. આ સ્કૂલને હાઇકોર્ટ દ્વારા નોટિસ(Notice to the school by the High Court) પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ગરીબ બાળકોને ભણતર સાથે પૌષ્ટિક આહાર આપવા હરતી ફરતી વાન શરુ કરાઈ
શું છે સમગ્ર મામલો - અમદાવાદની મીઠાખળી 6 રસ્તા પાસે આવેલી સ્કૂલ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ 20 ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં ન આવતા તેને લઈને જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીના મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, AMCના સ્ટેન્ડિંગ કમિટીમાં(AMC Standing Committee) વર્ષ 1977માં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. AMC દ્વારા જે પણ 20 ટકા ગરીબ બાળકોને સ્કૂલોમાં(Poor Children in Mahatma Gandhi School) મોકલવામાં આવે તેમને પ્રવેશ આપવો અને સંપૂર્ણ મફત શિક્ષણ પૂરું પાડવું.
આ પણ વાંચો: સરકારી અધિકારીઓ દ્વારા કયા આદેશનું પાલન ન થતાં નારાજ થઇ હાઇકોર્ટ
શાળાને અને ટ્રસ્ટીને નોટીસ - મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઘણા સમયથી આ બાબતનું પાલન કરાતું નથી. AMC મોકલેલા 20 ટકા ગરીબ બાળકોને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. તેથી આ મામલે પગલા લેવામાં માટે સમગ્ર મામલે હાઇકોર્ટે શાળાને અને ટ્રસ્ટીને નોટીસ પાઠવી છે. આ મામલે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 18 જુલાઇના રોજ હાથ ધરવામાં આવશે.