અમદાવાદ : PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશનના (PSI Recruitment Controversy) મોટર સેક્શન વિભાગના કર્મચારીઓએ કરેલી અરજીને લઈને ગઈકાલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેને લઈને હાઈકોર્ટે આ અરજી પર પોતાનો જવાબ આપતા જણાવ્યું કે, પોલીસખાતામાં MT સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલમેન (MT Section Constable Main Exam) પરીક્ષામાં બેસવાની છૂટ છે.
12 જૂનના રોજ પરીક્ષા - મહત્વનું છે કે PSIની પરીક્ષા (PSI Exam) આગામી 12 જૂનના રોજ યોજાનાર છે, ત્યારે MT વિભાગ દ્વારા જે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ગત સુનાવણીમાં હાઇકોર્ટે અરજદારોને કડક શબ્દોમાં ટકોર કરતા કહ્યું હતું કે, જ્યારે તમે ફિઝિકલ પરીક્ષામાં (PSI Physical Examination) જ યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષામાં તમને કેવી રીતે બેસવા દેવામાં આવે. સાથે સાથે અરજદારોની એ પણ માંગ હતી કે, જે બીજા 18 કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં નથી આવી તેમની પણ પરીક્ષા ઓથોરિટી દ્વારા લેવામાં આવે.
આ પણ વાંચો : PSIની ભરતી પરીક્ષા વિવાદ મામલે હાઈકોર્ટના જવાબથી રાજીના રેડ થયાં અરજીકર્તા
કેવી રીતે પરિક્ષા આપી શક્શે - હાઈકોર્ટ કોન્સ્ટેબલને મેન (PSI Exam MT Section)પરીક્ષામાં બેસવાની છૂટ આપી છે, પરંતુ સાથે એ પણ જણાવ્યું છે કે, અરજદાર જો ફિઝિકલ પરીક્ષામાં પાસ થયા હોય તો જ મેન એક્ઝામ આપી શકશે. અરજદારો એક્ઝામનું પરિણામ ભરતી બોર્ડ સીલ કવરમાં રાખવાનું રહેશે, જ્યાં સુધી કોર્ટના આગામી હુકમ ન થાય ત્યાં સુધી અરજદારોને પરિણામ જાહેર નહીં થાય એવી પણ હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું.
આ પણ વાંચો : PSI recruitment controversy : ફિઝિકલ પરીક્ષા માટે યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષા માટે મંજૂરી કેમ આપવી? HC
શું છે સમગ્ર વિગત - થોડા સમય પહેલા જે PSIની ભરતી માટે લેવાયેલી પ્રિલીમ પરીક્ષાના પરિણામ બાદ તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના 60થી વધુ કોન્સ્ટેબલ દ્વારા PSIની (HC PSI Recruitment Case) ભરતીમાં અનુભવના આધારે ભાગ લેવાની મંજૂરી માંગતી અરજી કરવામાં આવી હતી. અરજીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટના આદેશ મુજબ તેમને PSIની ફિઝિકલ પરીક્ષામાં આપવા માટે મંજૂર કરાઇ હતી. પરંતુ, હવે તેમની માંગ સાથે તમામને મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવે તેવી અરજી તેમના દ્વારા કરવામાં આવી છે.