- માં અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડમાં 5 લાખ રૂપિયાની જોગવાઈ
- કોરોના સંક્રમિત દર્દીને 50 હજાર રૂપિયા સારવાર ખર્ચથી પૂર્તતા થઈ શકે નહીં
- રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાને લઇ કાર્ડની જોગવાઈ પ્રમાણે સારવાર ખર્ચ આપવો જોઈએ
અમદાવાદ: જિલ્લા પંચાયતના સદસ્ય હરપાલ સિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટી દ્વારા માં કાર્ડ અને વાત્સલ્ય કાર્ડમાં જે જોગવાઈ છે. તે પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીને સારવાર મળી રહે તેવી જોગવાઈ કરવી જોઈએ. આ તો એક પબ્લિકની મજાક કરવા જેવી બાબત જણાઈ આવે છે.
આ પણ વાંચો: રાજકોટમાં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ખોરવાઈ
ગરીબ અને મધ્યમ વર્ગ માટે મજાક સમાન જાહેરાત
અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય, ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ ના સેક્રેટરી, મહારાષ્ટ્ર મુંબઈ ના પ્રભારી હરપાલ સિંહ ચુડાસમાના મત પ્રમાણે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કોર કમિટીમાં માં કાર્ડ અને વાત્સલ્ય કાર્ડમાંથી કોરોના દર્દીને ખાનગી હોસ્પિટલમાં જે 50,000 રૂપિયાના સારવાર ખર્ચ આપવા જાહેરાત કરવામાં આવેલી છે. તે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મજાક સમાન છે.
આ પણ વાંચો: સુરતમાં મા વાત્સલ્ય કાર્ડ માટે ગંભીર દર્દીઓને પણ ઉભા રહે છે લાઇનમાં..!
વિચારણા નહીં કરવામાં આવે તો આંદોલન કરવા અંગે ચીમકી ઉચ્ચારી
રાજસ્થાન અને આંધ્ર જેવા રાજ્યોએ કોરોના સંક્રમિત દર્દીઓનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવી રહી છે. ત્યારે આપણા ગુજરાતના જ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજ્ય માટે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ઉપરોક્ત કાર્ડમાં 5 લાખના ખર્ચની જે જોગવાઈ આપવામાં આવેલી છે તે પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે અંગે છૂટ અપાવી જોઈએ. જો આગામી સમયમાં આ અંગે વિચારણા નહીં કરવામાં આવે તો આંદોલન કરવા અંગે તેમણે ચીમકી ઉચ્ચારી છે.