- AMCનો 24X7 પાણી આપવાનો પ્રોજેક્ટ
- પણ આ પ્રોજેક્ટ પણ રહ્યો ફક્ત ચોપડા પર
- જોધપુર વોર્ડમાં કેટલીક સોસાયટીમાં નખાયા મીટર
અમદાવાદઃ શહેરીજનોને પીવાના પાણી માટે રાહ ન જોવી પડે તેવા આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો શહેરના તમામ વોર્ડમાં મીટરથી નર્મદાનું પાણી પહોંચાડવાનું પ્લાન ઘડ્યો હતો. પરંતુ આ પ્લાન ફક્ત ચોપડા પર જ રહી ગયો છે. કારણ કે, શહેરના જે વિસ્તારોમાં ટેન્કરથી પાણી આવતું હતું. તે વિસ્તારને મીટરથી પાણી આપવા માટેની તૈયારીઓ તંત્ર શરૂ તો કરી હતી, પરંતુ તે કામગીરી ફક્ત ચોપડા પર જ રહી ગઈ છે.
અમદાવાદ શહેરમાં તમામ નગરજનોને પાણી પરથી મળી રહે અને 24 કલાક પાણી મળી રહે તે માટે 2019માં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય દરમિયાન કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં નથી આવ્યું, તો ફક્ત જોધપુર વોર્ડમાં ફક્ત પાણી માટેના મીટર નાખી દેવામાં આવ્યા છે, પરંતુ તે મીટરનો કોઈ પણ ઉપયોગ થતો જ નથી.
સ્થાનિકો સાથે વાત કરતા જણાવ્યું કે, આ સ્કીમ તંત્રએ થોપી દીધી
શહેરમાં નિયમિત પાણી મળતું નથી તો બીજી તરફ સ્થાનિકોની માગણી અને મંજૂરી વગર 24 કલાક પાણી આપવા માટેની સ્કીમ એ પણ મીટર દ્વારા મિટીંગ લેવાશે. તેને લઈને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી સ્થાનિકોના આપવામાં આવી નહોતી અને કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે મીટરથી પાણી આપવા માટેની કામગીરી રાજ્ય સરકારે શરૂ કરી હતી. ટ્રાયલ રનની પણ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તમામ પ્રોજેક્ટની જેમ જ આ પ્રોજેક્ટ પણ થોડા સમયમાં સંકેલાઈ ગયો.
જોધપુર વોર્ડના લાકોને ક્યારે 24 કલાક પાણી મળશે તે સમય બતાવશે
તંત્ર દ્વારા પાણી નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રોજેક્ટ ફરી ક્યારે શરૂ થાય છે અને જોધપુર એક જ વોર્ડની શહેરના તમામ વોર્ડમાં ચાર મીટર નાખવાની વાત છે તો ક્યારે મીટર નાખવાની કામગીરી પૂર્ણ થાય છે તે જોવું રહ્યું.