- આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે અમદાવાદ
- સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશે
- 81 પદયાત્રીઓ દાંડી સુધીની યાત્રા કરશે
અમદાવાદ: દેશમાં આઝાદીના 75માં વર્ષની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યસ્તરીય સમિતિની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી અમદાવાદના મહેમાન બનવા જઈ રહ્યાં છે અને દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવવાના છે. તેના કાર્યક્રમને લઇને કમિટી દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ નેધરલેન્ડનો યુવાન ગાંધીજીના જીવનથી થયો પ્રભાવિત, ચોથીવાર કરી રહ્યો છે દાંડી યાત્રા
દાંડીયાત્રા સહિત યોજાશે 75 કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની શરૂઆત કરાવશે. આ ઐતિહાસિક દાંડી યાત્રામાં કુલ 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે. સાથે સાથે સાયકલસવારો, બાઈકસવારો પણ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે. બારડોલી, પોરબંદર, રાજકોટ, વડોદરા અને માંડવી સહિત જિલ્લામથકો અને અન્ય સ્થળોએ 75 જેટલા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો સભ્યો જોડાશે.
આ પણ વાંચોઃ દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
રાષ્ટ્રપતિ કોવિંદ સમાપનમાં હાજર રહેશે
પદયાત્રિકો દાંડી યાત્રાના માર્ગના 21 સ્થળોએ રાત્રિ રોકાણ કરશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સુરક્ષા, જળસંચય જેવા સામાજિક પરિવર્તનના કાર્યક્રમો થકી લોકો પ્રત્યે સંવેદના જગાવવામાં આવશે. દાંડી યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ નવસારીના દાંડી ગામ ખાતે યોજાશે.
આ પણ વાંચોઃ આજે દાંડીયાત્રા દિવસઃ બાપુએ મીઠાના કાનૂન સામે અંગ્રેજને પડકાર ફેક્યો હતો