ETV Bharat / city

વડાપ્રધાન મોદી આજે સાયન્સ સીટીની રોબોટિક અને એક્વેટિક ગેલેરીનુ ઉદ્ઘાટન કરશે - Robotic Gallery

આજે વડા પ્રધાન મોદી(Prime Minister Modi) ગુજરાતમાં અનેક પ્રોજેક્ટનું લોકાઅર્પણ કરવાના છે. વડા પ્રધાન આજે સાયન્સ સીટીની રોબોટિક અને એક્વેટિક ગેલેરીનુ ઉદ્ઘાટન કરશે.

pmo
વડાપ્રધાન મોદી આજે સાયન્સ સીટીની રોબોટિક અને એક્વેટિક ગેલેરીનુ ઉદ્ઘાટન કરશે
author img

By

Published : Jul 16, 2021, 9:06 AM IST

Updated : Jul 16, 2021, 3:02 PM IST

  • સાયન્સ સિટીના પ્રોજેકટ થયા 5 વર્ષે પૂર્ણ
  • પીએમ મોદી 16 જુલાઈના રોજ કરશે વર્ચ્યુલ ઓપનિંગ
  • 17 જુલાઈ થી જાહેર જનતા માટે સાયન્સ સીટી મુકવામાં આવશે ખુલ્લું

ગાંધીનગર : વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ એવા અમદાવાદ સિટીમાં રોબોટિક ગેલેરી અને એકવાટીક ગેલેરી પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યુંં છે. 16 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi) દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ સાયન્સ સિટીના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને 17 જુલાઇના રોજ જાહેર જનતા માટે રોબોટી ગેલેરી અને એક્વાટીક ગેલેરી ખુલ્લી મુકવામાં આવશે. પરંતુ રાજ્ય સરકારે સાયન્સ સીટીમાં પ્રવેશ મેળવવા માટે ફક્ત ઓનલાઇન ટિકિટનો વિકલ્પ જ મુકવામાં આવ્યો છે.

એકવેટિક ગેલેરી કેવી હશે

એક્વેટિક ગેલેરી બાબતે માહિતી આપતા સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતું કે, આ ગેલેરીમાં 68 જેટલી ટેન્ક બનાવવામાં આવી છે, જે સ્પેશિયલ ટાસ્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં 22 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે 188 જેટલી અલગ અલગ જાતની માછલીઓ રાખવામાં આવી છે. જેમાં કુલ 11,693 માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15,670 સ્કવેર મીટર વિસ્તારમાં આ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જે કુલ 260 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

સાયન્સ સિટીમાં પ્રવેશ માટે ફક્ત ઓનલાઇન ટીકીટ

વિજય વધુમાં જણાવ્યું હતું કે સાયન્સ સીટીમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાયન્સ સીટી સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. શરૂઆતના તબક્કામાં ફક્ત પાંચ લોકોને એન્ટ્રી આપવામાં આવશે. ટિકિટના દરની વાત કરતા વિજય નેહરાએ જણાવ્યું હતું કે સામાન્ય લોકો માટે પચાસ રૂપિયા અને વિદ્યાર્થીઓ માટે 20 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે, ઉપરાંત ઓફલાઈન ટિકિટ બાબતે વિજય નેહરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ફક્ત સાયન્સ સીટી મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કર્યું છે. ઓફલાઈન બાબતે હજી સુધી સરકારે કોઈ નિર્ણય કર્યો નથી.

માછલીઓ માટે સ્પેશિયલ સ્કૂબા ડ્રાઇવરની નિમણૂંક કરાઈ

વિજય નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે એકવેટિક ગેલેરીમાં અનેક જાતની માછલીઓ રાખવામાં આવી છે. વિશ્વની તમામ જાણીતી માછલીઓની પ્રજાતિઓને ગેલેરીમાં રાખવામાં આવી છે, જે જ્યારે માછલીના ફિડિંગ અને સુરક્ષા માટે ખાસ સ્કૂબા ડ્રાયવરની પણ નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત રોજ પાણીનું ચેકીંગ કરવા અને પાણીમાં ઓક્સિજન ની માત્રા બરાબર છે કે નહીં તેનું ચેકીંગ કરવા માટે પણ ખાસ પ્રકારની ટેકનોલોજી પણ વિકસિત કરવામાં આવી છે. જેથી કોઈ પણ માછલીનું ઓક્સિજનની કમિના કારણે મૃત્યું ન થાય.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપે વિકાસના કામને પ્રાધાન્ય આપીને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત, નબળી કોંગ્રેસનો સીધો લાભ ‘આપ’ને મળશે?

શાળા પ્રવાસ માટે મફત મુલાકતનું આયોજન

વિજય વધુમાં જણાવ્યું હતું કે બાળકોને વધુ રસ જાગે તેને ધ્યાનમાં લઈને જ સાયન્સ સીટી ખાતે એક્વેટિક ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. શાળા પ્રવાસ માટે આ મુલાકાત વિનામૂલ્ય યોજાય તે બાબતે પર સરકાર વિચારણા કરી રહી છે. હજી સુધી સરકારે આ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી પરંતુ આગળ વિચારણા કરીને ફી ઘટાવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

એકવેટિક ગેલરીમાં 200 રૂપિયા અને રોબોતિક ગેલેરીમાં 250 ફી

વિજય નેહરાએ બાબતે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે એક્વેટિક ગેલેરીમાં પ્રતિ વ્યક્તિ 200 રૂપિયા અને રોબોટિક ગેલેરીમાં પ્રતિ વ્યક્તિ 250 રૂપિયાની ફી અત્યારે નક્કી કરવામાં આવી છે જ્યારે સમગ્ર સાયન્સ સિટીમાં ફરવા માટે બે દિવસ જેટલો સમય લાગી શકે છે.

આ પણ વાંચો: Narendra Modi's Father Canteen: વડનગર રેલવે સ્ટેશન પર આ કીટલી આકર્ષણનું કેન્દ્ર બની...

રોબોટિક ગેલરીની વિશેષતાઓ

રોબોટિક ગેલેરી બાબતે વિજય નેહરાએ જણાવ્યું હતું કે, આ ગેલેરીમાં 79 જાતના અલગ-અલગ 202 રોબોટ રાખવામાં આવ્યા છે. કુલ 11,512 સ્ક્વેર મીટર વિસ્તારમાં આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો કુલ ખર્ચ 127 કરોડ રૂપિયા થયો છે. ગેલેરીની વિશેષતા બાબતેમાં વધુમાં જણાવ્યું હતું કે આ ગેલેરીમાં તમામ જગ્યાએ રોબર્ટ મૂકવામાં આવ્યા છે, જ્યારે રિસેપ્શન ખાતે પણ ખાસ રોબર્ટ મુકાયા છે. આ ઉપરાંત એક રેસ્ટોરન્ટ પણ ગેલેરીની અંદર તૈયાર કરવામાં આવી છે જેમાં બધા ઓર્ડર રોબોટ જ લેશે અને રોબર્ટ દ્વારા જ ફૂડ સર્વ કરવામાં આવશે.

નેચર પાર્કમાં 380 કરતા વધારે વૃક્ષો

આ ઉપરાંત સાયન્સ સીટી કેમ્પસમાં અન્ય પ્રવાસન ની વાત કરવામાં આવે તો ગુજરાત વનવિભાગ દ્વારા નેચર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે વીસ એકરમાં 14 કરોડના ખર્ચે આ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે જેમાં અલગ-અલગ 380 કરતા વધુ પ્રજાતિના વૃક્ષો રાખવામાં આવ્યા છે..

Last Updated : Jul 16, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.