અમદાવાદઃ આજથી રાજ્યભરમાં પ્રિ પ્રાયમરી સ્કૂલ શરૂ (Primary School Reopen in Ahmedabad ) થઈ છે. ત્યારે ચાર મુખ્ય શહેરોની વાત કરીએ તો તમામ સ્કૂલોમાં આજે (First day at school) બાળકો ઉત્સાહભેર આવ્યાં હતાં. આજે સ્કૂલમાં પ્રથમ દિવસ હોવાથી તેમને સ્કૂલમાં મૂકવા માટે આવેલી માતાનો તેઓ હાથ છોડતા ન હતાં. તેમને સ્કૂલોના કેર ટેકર સ્કૂલની અંદર લઈ જતાં તેઓ રડતા (Primary School Reopen Reactions) હતાં તેમજ કેટલાક બાળકો તો આનંદ અને ઉત્સાહથી સ્કૂલમાં ગયાં હતાં. સ્કૂલ કેમ્પસમાં તેમણે રમતના સાધનોથી રમવાની મજા માણી હતી. બાળકોના આનંદ માટે શિક્ષકો જાતે કાર્ટુંનનું સ્વરુપ ધારણ કર્યું હતું.
બાળકોને કેવી રીતે આવકાર અપાયો
અમદાવાદમાં બાળકોને તિલક કરીને ચોકલેટ અને નવી ગિફ્ટ આપી અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી નાઈટ કિડ્સ સ્કૂલના પ્રિન્સિપાલ પૂનમ સદાનીએ કહ્યું કે અમે 'આ દિવસની ક્યારના રાહ જોઈ રહ્યા હતાં. કારણ કે કોરોનાને કારણે બે વર્ષ શાળા બંધ રહી. અમે વાલીઓના સંમતિપત્રક વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા નથી. ત્યારે પ્રથમ દિવસે (Primary School Reopen in Ahmedabad ) જ સ્કૂલમાં 90 ટકા હાજરી જોવા મળી છે. નાના વિદ્યાર્થીઓ હોવાથી સ્કૂલ તરફથી તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે જરૂરી ધ્યાન આપવામાં આવશે. આજે સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા જ અમને (Primary School Reopen Reactions)પણ ખુશી છે. અત્યાર સુધી માત્ર ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ પહોંચ્યાં ત્યારે તેમના ચહેરા પરના પ્રતિભાવ જ કંઈક અલગ હતો. શાળાએ પહોંચતા જ તેમના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. શાળા કેમ્પસમાં રમતગમતના સાધનો અને ગાર્ડનમાં રમવાની મજા પણ માણી હતી.
આ પણ વાંચોઃ Anganwadi Reopen in Surat: સુરતની આંગણવાડીઓમાં ફરી ગૂંજ્યો બાળકોનો અવાજ, ઓફલાઈન શિક્ષણ શરૂ
બાળકોનો પ્રતિભાવ
વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને આજે સ્કૂલમાં (Primary School Reopen in Ahmedabad ) આવીને મજા આવી ગઈ. અમે બે વર્ષ બાદ અમારા મિત્રોને મળીને આનંદ અનુભવીએ છીએ. અમને સ્કૂલમાં મિત્રો સાથે મસ્તી કરવાની મજા (Primary School Reopen Reactions)આવી ગઈ.
આ પણ વાંચોઃ Big decision about play schools : 17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ, લેખિત સંમતિ જરુરી
કોરોના ગાઈડ લાઈન પાલન કરાયું
બીજી તરફ કેટલાંક બાળકો રડતાં રડતાં સ્કૂલે આવ્યા (First day at school) હતાં. શાળાઓમાં સંચાલકો દ્વારા કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાતું જોવા મળ્યું હતું. જ્યારે આજે સ્કૂલો શરૂ થતાં શિક્ષકોના ચહેરા પર પણ (Primary School Reopen in Ahmedabad ) ખુશી જોવા મળી હતી.