- ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો
- બિન જરૂરી બહાર નિકળતા લોકો પર કરવામાં આવી કાર્યવાહી
- લોકોને બિનજરૂરી બહાર ન નિકળવા કરવામાં આવી અપીલ
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો રોકેટની ગતિએ વધતા જઈ રહ્યા છે. કેસોને રોકવા માટે પોલીસ દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ 2491 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 10734 લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે રાત્રી કુરફ્યુ દરમ્યાન ગઈ કાલે કુલ 1320 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કરફ્યુ અંગે પત્રકાર પરિષદ, કરફ્યુનું કડક પાલન કરાશે
છેલ્લા એક અઠવાડિયામાં 5 હજાર વાહનો જપ્ત કરવામાં આવ્યા
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો 17108 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જાહેરમાં થુકવા અને માસ્ક બાબતે 86 હજાર જેટલા લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. અને મોટર વહિકલ એકટ હેઠળ 5 હજાર જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 19 હજાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગ બાબતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી ફરિજીયાત છે. DGP દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે કામ વગર બહાર ન નીકળો.