- ડોક્ટરો પેશન્ટને પ્રાર્થના કરાવી રહ્યા છે
- નાગરિકો પણ કોરોના જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે
- અમદાવાદ શહેરની એસએસજી હોસ્પિટલમાં પણ એક વિડિયો વાયરલ થયો છે
અમદાવાદઃ કોરોનાના કેસમાં તમામ ડોક્ટરો પણ પ્રયત્નો કરે છે કે, દર્દી જલ્દીથી સાજા થાય અને તે માટે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અલગ-અલગ પ્રકારની પ્રવૃત્તિઓ દર્દીઓ પાસે કરાવવામાં આવતી નથી. અમદાવાદ શહેરની એસએસજી હોસ્પિટલમાં પણ એક વિડિયો વાયરલ થયો છે. જેની અંદર ડોક્ટરો પેશન્ટને પ્રાર્થના કરાવી રહ્યા છે અને કોરોનામાંથી જલ્દી સાજા થાય તે પ્રકારની પ્રાર્થના દર્દીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની એક જ પ્રાર્થના, ભગવાન શિવ કોરોના મહામારીથી મુક્તિ આપે
કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે
દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તમામ જે નાગરીકો છે તેવી જ પ્રાર્થના કરે છે કે, કોરોના જલદીથી સમાપ્ત થાય અને ફરી સામાન્ય જનજીવન લોકો જીવી શકે. પરંતુ હાલની જ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ પ્રમાણે ડોક્ટરો તમામ દર્દીઓને મનોબળ મજબૂત રાખવા માટેની સલાહ આપતા હોય છે. ત્યારે અનેક હોસ્પિટલના વિડિયો જે રીતે વાયરલ થતા હોય છે અને એક હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા પેશન્ટને યોગ્ય સારવારની સાથે યોગ્ય વાતાવરણ મળી રહે તે પ્રકારની સાવચેતી રાખતા હોય છે.
આ પણ વાંચોઃ મોરબીમાં ઉદ્યોગપતિ અને એક યુવાન કોરોના દર્દીઓની કરી રહ્યા છે ફી મા સેવા
ડોક્ટર દ્વારા પૂરતા પ્રયત્ન કરાઇ રહ્યા છે
અત્યંત આધુનિક SVP હોસ્પીટલના દર્દીઓ માટે પણ ડોક્ટરો દ્વારા તમામ જે પૂરતા પ્રયત્નો થાય તે પણ કરવામાં આવ્યા છે. ઘર જેવું અને પોઝિટિવ વાતાવરણ મળી રહે તે માટે પ્રાર્થના પણ કરાવવામાં આવી રહી છે.