ETV Bharat / city

અમદાવાદમાં પ્રજાશક્તિ પાર્ટીના કાર્યકરોએ કૃષિ કાયદાનો વિરોધ કર્યો, પોલીસે કરી અટકાયત - પ્રજાશક્તિ પાર્ટી

કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા કૃષિક્ષેત્રના ત્રણ કાયદાને લઈને દિલ્હીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. લાંબા સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે અડગ છે. જ્યારે કેન્દ્ર સરકાર કોઈપણ ભોગે કૃષિ કાયદાઓ પરત ખેંચવા માંગતી નથી. જેને સમર્થન આપવા આજે શહેરમાં પ્રજાશતક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ પણ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો.

prajashakti party
prajashakti party
author img

By

Published : Dec 26, 2020, 3:45 PM IST

Updated : Dec 26, 2020, 4:28 PM IST

  • પ્રજાશક્તિ પાર્ટીના કાર્યકરોએ કૃષિ કાયદાનો કર્યો વિરોધ
  • અમદાવાદના ગાંધીઆશ્રમ પાસે કાર્યકરો એકઠા થયા હતા
  • પોલીસે તમામ કાર્યકારોની કરી અટકાયત

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા કૃષિક્ષેત્રના ત્રણ કાયદાને લઈને દિલ્હીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે અડગ છે. જ્યારે કેન્દ્ર સરકાર કોઈપણ ભોગે કૃષિ કાયદાઓ પરત ખેંચવા માંગતી નથી. જેને સમર્થન આપવા આજે શહેરમાં પ્રજાશતક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ પણ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો.

ahemadabad news
પ્રજાશક્તિ પાર્ટીના કાર્યકરોએ કૃષિ કાયદાનો વિરોધ કર્યો
  • કાર્યકર્તાઓએ પોસ્ટર, કાળા ઝંડા અને સુત્રોચ્ચાંર કરી વિરોધ કર્યો

એક તરફ ભારતીય જનતા પાર્ટી અને બીજી તરફ અન્ય પાર્ટીઓ એમ બે ભાગ પડી ચૂક્યા છે. ગુજરાતમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીના કાર્યકરોએ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનો યોજ્યા હતા. લગભગ 100 કાર્યકરોએ ભેગા થઈને પોસ્ટર અને કાળા ઝંડા સાથે આ કાયદાનો વિરોધ કર્યો હતો.

  • કોંગ્રેસ પણ રાજ્યમાં કરી રહી છે વિરોધ

કૃષિ કાયદાના સામે જે રીતે ખેડૂતોનું આંદોલન થઇ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ આ કાયદાનો વિરોધ ગામડ- ગામડે જઈને કરી રહી છે. ખેડૂતોના નામે રાજકારણીઓ પોતાના રાજકીય રોટલા શેકવા તત્પર બન્યા છે. બીજી તરફ ભાજપના કાર્યકરો ખેડૂતોને કૃષિ કાયદાની માહિતી આપી રહ્યા છે. તેમજ ખેડૂતોને રાજકીય દોરવણીથી ભ્રમિત ન થવા જણાઈ રહ્યા છે.

અમદાવાદમાં પ્રજાશક્તિ પાર્ટીના કાર્યકરોએ કૃષિ કાયદાનો વિરોધ કર્યો
  • શંકરસિંહ વાઘેલાને નજરકેદ કરાયા

અમદાવાદ પોલીસ દ્વારા આ તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ શંકરસિંહ વાઘેલાને તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા છે.

શંકરસિંહ બાપુ ગાંધીનગરથી ગાંધી આશ્રમ પણ ના પહોંચી શક્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

૨૫ ડિસેમ્બરના રાત્રીના બાર વાગ્યા પહેલા આ તમામ કાયદાઓ પાછા નહીં ખેેંચે તો બાપુ 26 ડિસેમ્બરના રોજ ગાંધીનગરથી ગાંધી આશ્રમ જઈને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી દિલ્હી જવા રવાના થવાના હતા. પરંતુ આજે વહેલી સવારે જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા બાપુ ઘરમાં રહ્યા હતા.

Last Updated : Dec 26, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.