ETV Bharat / city

"તૌકતે" વવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા વીજ કર્મચારીઓ મેદાને

અમદાવાદ જિલ્લામાં આવેલા વાવાઝોડા પવન અને ભારે વરસાદથી જિલ્લામાં વીજ પ્રવાહમાં ગતિરોધ થયો હતો. મોટી સંખ્યામાં વીજ લાઈનોને નુકસાન અને થાંભલા પડી જવાના કિસ્સાની ફરિયાદો UGVCL સાબરમતી વર્તુળ કચેરીનાં તાબા હેઠળની સાબરમતી, બાવળા, બોપલ વિભાગીય કચેરીને મળી હતી. આ તમામ નુકસાનને યુદ્ધના ધોરણે પહોંચી વળવા અને સમગ્ર પરિસ્થિતિની પૂર્વવત કરવા અમદાવાદ UGVCLની ટીમો કાર્યરત બની છે.

"તૌકતે" વવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા વીજ કર્મચારીઓ મેદાને
"તૌકતે" વવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા વીજ કર્મચારીઓ મેદાને
author img

By

Published : May 20, 2021, 8:46 PM IST

  • અમદાવાદ જિલ્લાના વીજ પુરવઠાથી અસરગ્રસ્ત 534 ગામોમાંથી 422 ગામોમાં વીજ પ્રવાહ પુનઃ પ્રસ્થાપિત
  • જિલ્લાની 6 કોવિડ હોસ્પિટલ અને 11 ઓક્સિજન પ્લાન્ટને અવિરત વીજ પુરવઠો મળે તે માટેનું સુદ્રઢ આયોજન
  • 14 સબ સ્ટેશન, GETCOની 66 કે.વી.લાઈનના ટાવર, અસરગ્રસ્ત બિન 228 ફિડર, 76 જ્યોતિગ્રામ ફીડરો બંધ પડ્યા બાદ ફરી શરૂ

અમદાવાદઃ જિલ્લામાં આવેલા વાવાઝોડા પવન અને ભારે વરસાદથી જિલ્લામાં વીજ પ્રવાહમાં ગતિરોધ થયો હતો. મોટી સંખ્યામાં વીજ લાઈનોને નુકસાન અને થાંભલા પડી જવાના કિસ્સાની ફરિયાદો UGVCL સાબરમતી વર્તુળ કચેરીનાં તાબા હેઠળની સાબરમતી, બાવળા, બોપલ વિભાગીય કચેરીને મળી હતી. આ તમામ નુકસાનને યુદ્ધના ધોરણે પહોંચી વળવા અને સમગ્ર પરિસ્થિતિની પૂર્વવત કરવા અમદાવાદ UGVCLની ટીમો કાર્યરત બની છે.

આ પણ વાંચોઃ સોમનાથમાં ગત 48 કલાકથી BSNL નેટવર્ક થયું ઠપ્પ

વીજ પુરવઠો ખોરવાયાની અનેક ફરિયાદ

સાબરમતી વર્તુળ કચેરીના UGVCLના અધિક્ષક ઈજનેર દ્વારા વિગતો આપતાં જણાવ્યું હતુ કે, અમારા વિભાગીય વિસ્તારમાં અમદાવાદ જિલ્લા હેઠળ બાવળા, દસ્ક્રોઈ, ધંધુકા, ધોલેરા, ધોળકા, સાણંદ, વિરમગામ અને માંડલ તાલુકા અને તે વિસ્તારના ગામડાઓનો સમાવેશ થાય છે. આ બધા જ ગામડા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે છે, તે મુજબ ગતરોજ આવેલા પવન અને ભારે વરસાદમાં સંખ્યાબંધ ગામોની વીજ પ્રવાહ બંધ થવાની ફરિયાદો અમને મળી હતી.

અમદાવાદ UGVCLના 41 ઇજનેરો, 45 ટીમ સ્ટાફ, 24 કોન્ટ્રકટરની ટીમ 24 કલાક ખડેપગે

વધુમાં તેમણે જણાવ્આયું કે, ફરિયાદો મળતાં 41 ઇજનેરો, 45 ટીમ સ્ટાફ અને 24 કોન્ટ્રાક્ટરની ટીમો વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરવાની કામગીરીમાં કાર્યરત કરાવી દેવામાં આવી હતી. જેમાં અમારી ટીમને સફળતા પણ મળી છે. અમારી ટીમ દ્વારા 14 સબ સ્ટેશન, 293 ફીડરમાંથી કુલ 228 બિન ખેતી ફીડરો ચાલુ કરી દીધા છે.

કોવિડ હોસ્પિટલોમાં ડિજિસેટથી વીજ પુરવઠો જળવાયો

આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની 61 કોવિડ હોસ્પિટલ અને 11 ઓક્સિજન પ્લાન્ટને અવિરત વીજ પુરવઠો મળે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરાયુ હતું. હોસ્પિટલને ડી.જી.સેટથી પાવર તત્કાલીન ચાલુ રહે તેનું પણ સતત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે બોપલ, ઘુમા, શેલા, શીલજ નરોડા, કઠવાડા વગેરે શહેરી વિસ્તારોમાં ત્વરિત વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

દરેક GIDCમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત

સાબરમતી સર્કલમાં અમદાવાદ જિલ્લાના 422 ગામો અને દરેક GIDCમાં વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. બાકીના તમામ ગામોની ફરિયાદોના નિવારણ માટે અમે આવતી કાલે શુક્રવારે 12 વાગ્યા સુધીમાં પાર પાડવાનું ધ્યેય રાખ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.