ETV Bharat / city

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પુત્રે હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી - જામીન અરજી

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે તેમની પુત્ર વધુએ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ માંગણીના કેસમાં અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપી રમણ પટેલ અને પતિ મૌનાગ પટેલની આગોતરા જામીન ફગાવી દેતા તેમણે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે આગામી સપ્તાહ દરમિયાન સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પુત્રે હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી

author img

By

Published : Aug 26, 2020, 3:08 AM IST

અમદાવાદઃ મીરજાપુર ગ્રામ્ય કોર્ટે રમણ પટેલ અને મૌનાગ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, જ્યારે અન્ય બે આરોપી મુકેશ અને મયુરીકાના આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.

ધરપકડથી બચવા માટે રમણ પટેલ સહિત પરિવારજનોએ અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદમાં પુત્રવધુ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રમણ પટેલ અને તેમના પરિવારજનો તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. અગાઉ રાજ્ય સરકારે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પુત્રે હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી

રાજ્ય સરકારે વાંધો વ્યક્ત કરતા રજૂઆત કરી હતી કે આરોપીઓના જામીન મળે તો સાક્ષી અને પુરાવા સાથે ચેડા થઇ શકે છે. પુત્રવધુ ફિઝુએ પતિ મૌનાગ પટેલ, સસરા રમણ પટેલ, સાસુ મયુરિકા અને મુકેશ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ સહિત ચારેય વ્યક્તિઓ સામે હત્યાના ગુનાનો પ્રયાસનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી. જેની સામે ધરપકડ ટાળવા માટે હવે તેમણે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.