ETV Bharat / city

Pollution in Sabarmati River: સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે આદેશ બાદ બંધ કરવામાં આવેલા એકમો ફરી શરૂ થતાં હાઈકોર્ટ લાલઘૂમ - સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી

સાબરમતી નદીમાં પ્રદૂષણ (Pollution in Sabarmati River) મામલે હાઈકોર્ટે કહ્યું કે અત્યાર સુધી બધાએ પોતાનું વિચાર્યું એટલે જ આજે આ સ્થિતિ ઊભી થઇ છે. હાઈકોર્ટના આદેશ બાદ બંધ કરવામાં આવેલા એકમો ફરીથી શરૂ થતાં કોર્ટે નારાજગી દર્શાવી છે.

Pollution in Sabarmati River: સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે આદેશ બાદ બંધ કરવામાં એકમો ફરી શરૂ થતાં હાઈકોર્ટ લાલઘૂમ

author img

By

Published : Feb 26, 2022, 6:32 AM IST

Updated : Feb 26, 2022, 6:39 AM IST

અમદાવાદ: સાબરમતી નદી પ્રદૂષણ (Pollution in Sabarmati River) મામલે ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ યથાવત છે. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High court On Pollution)ના આદેશ બાદ બંધ કરવામાં આવેલા એકમો ફરીથી શરૂ થતાં કોર્ટે નારાજગી દર્શાવી છે. તેમની સામે પોલીસ ફરિયાદ કરવા કોર્ટે કહ્યું છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે નદીમાં પાણી છોડતા રહેણાંક ઇમારતો (Residential buildings Ahmedabad)ની વિગતો પણ કોર્ટ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (Ahmedabad Municipal Corporation)ને રજૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Blast Case Judgment: બ્લાસ્ટ કેસમાં સજાના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે બચાવ પક્ષ

27 જેટલી સોસાયટીઓની માહિતી મેળવી

આ મામલે કોર્ટે ટકોર કરી કે, અત્યાર સુધી બધાએ પોતાનું વિચાર્યું એટલે જ આજે આ સ્થિતિ ઊભી થઇ'. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાહીબાગ વિસ્તારની 27 જેટલી સોસાયટીઓ (Residential buildings In shahibaug)ની માહિતી મેળવી છે કે જેઓ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી (Polluted water In Sabarmati River) સીધું નદીમાં ઠાલવે છે. આ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી છે. જો તેઓ પાણી છોડવાનું બંધ ન કરે તો તેમને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Metro Rail Project Ahmedabad: મેટ્રો રેલ પ્રોજેક્ટ મામલે નાના વેપારીઓની હાલાકીનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ

444 ડ્રેનેજ કનેક્શન કાપ્યા

કોર્ટ મિત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવેલા 3 આઉટલેટ પૈકી 2ને બંધ કરી દેવામાં આવ્યા છે. 444 ડ્રેનેજ કનેક્શન (drainage connection ahmedabad) કાપ્યા અને 3428 યુનિટ્સમાંથી આવતું પ્રદૂષિત એફ્લયુએન્ટ રોકવામાં આવ્યું છે. કોર્ટ મિત્રએ એ વાતનું પણ ધ્યાન દોર્યું છે કે, બંધ કરી દેવામાં આવેલા કેટલાક એકમો ફરીથી શરૂ થઈ ગયા છે. જેને લઈ કોર્ટે કહ્યું કે, GPSB અને કોર્પોરેશન આ એકમો પર મોનિટરિંગ રાખે અને જરૂર પડે પોલીસ ફરિયાદ કરે.

Last Updated : Feb 26, 2022, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.