અમદાવાદ: અમદાવાદ શહેર વિવિધ ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે, થોડા સમય પહેલા જ્યારે CAA અને NRCને લઈને થઇ રહેલા વિરોધને ટાળવા જ્યારે શહેર પોલીસ શાહઆલમ પહોંચી હતી, ત્યારે લોકોએ તેમની પર પથ્થરમારો કર્યો હતો, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
કોરોના વાઈરસે આ ભેદભાવ ખતમ કરી નાખ્યા છે. આજે એ જ પોલીસ કોરોના વાઈરસથી લોકોને બચાવી રહી છે, ત્યારે શાહઆલમ ઉપરાંત જુહાપુરા વિસ્તારના લોકોએ પણ પોતાના વિસ્તારોમાં પોલીસ પર પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પોલીસે પણ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી હતી.