ETV Bharat / city

અમદાવાદ: કરફ્યૂમાં પોલીસે 10 હજાર જરૂરિયાતમંદોને જમવાનું આપ્યું - police provided food to 10,000 needy people

અમદાવાદ શહેરમાં 2 દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, જેનો આજે બીજો દિવસ છે. ત્યારે અમદાવાદ પોલીસે સામાજિક સંસ્થાના સહયોગથી શહેરમાં જરૂરિયાતમંદોને જમવાનું પૂરું પાડ્યું હતું.

અમદાવાદ કરફ્યૂમાં પોલીસે 10,000 જરૂરિયાતમંદોને જમવાનું આપ્યું

author img

By

Published : Nov 22, 2020, 6:51 PM IST

  • અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી
  • તમામ પોલીસ સ્ટેશન દીઠ 200 વ્યક્તિઓને જમવાનું આપ્યું
  • સામાજિક સંસ્થાના સહયોગથી કર્યું આયોજન
  • પોલીસે ફરજ સાથે માનવતા ના ભૂલી

અમદાવાદ: પહેલા પણ જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું, ત્યારે શહેરમાં અનેક લોકોએ રાતે ભૂખ્યા સુઈ જવાનો વારો આવતો હતો. ત્યારે હાલ 2 દિવસનું ફરીથી કરફ્યૂ આવતા પોલીસે રોજ કમાઈને રોજ ગુજરાન ચલાવતા લોકોની ચિંતા કરી હતી અને પોતાની ફરજ સાથે માનવતા પણ રાખીને 10,000 જરૂરિયાત મંદોને જમવાનું પૂરું પાડ્યું હતું.

કરફ્યૂમાં પોલીસે 10 હજાર જરૂરિયાતમંદોને જમવાનું આપ્યું

દરેક પોલીસ સ્ટેશન દીઠ વ્યક્તિઓનું જમવાનું આપ્યું

અમદાવાદ પોલીસે સામાજિક સંસ્થાના સહયોગથી લોકોને જમાડવાનું આયોજન કર્યું હતું. શાહીબાગ ખાતેના પોલીસ હેડ ક્વોટરમાં 10,000 લોકોનું જમવાનું તૈયાર કરીને શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ 200 વ્યક્તિઓનું જમવાનું આપવામાં આવ્યું હતું, જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા પોતાના વિસ્તારના જરૂરિયાત મંદોને પણ જમવાનું આપ્યું હતું.

હાલ શહેરમાં કરફ્યૂનું પાલન કરવવા માટે પોલીસ 2 શિપમાં કામ કરી રહી છે, ત્યારે પોલીસે પોતાની ફરજ સાથે જમવાનું પૂરું પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. માત્ર સવારે જ નહીં રાતના જમવાની પણ આ રીતે જ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ કરફ્યૂના બીજા અન્ય સમાચાર

દિવાળી બાદ વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. જે કારણે આ શહેરોમાંથી ST બસ બાયપાસ થઇને જઇ શકશે. અમદાવાદ શહેરમાંથી દૈનિક 2,737 ટ્રીપ, વડોદરામાંથી રોજની 1,611 ટ્રીપ, રાજકોટમાંથી 1,322 ટ્રીપ અને સુરતમાંથી 1,107 ટ્રીપોની અવરજવર થાય છે. જેમાંથી 1304 ટ્રીપને રાત્રિ કરફ્યૂની અસર થશે.

કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે. ત્યારે આજે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.અમદાવાદના રોડ લોકડાઉનના સમયની જેમ ફરી એકવાર સૂમસામ જોવા મળી રહ્યા હતા. જોકે, કરફ્યૂ દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદ: શહેરમાં કરફ્યૂનો આજે બીજો દિવસ છે, ત્યારે લોકો સતત પોતાનું કર્તવ્ય સમજી કામ વગર ઘરની બહાર નથી નીકળી રહ્યા અને કરફ્યૂનું ચોક્કસ પાલન પણ કરી રહ્યા છે. એલિસ બ્રિજ વિસ્તાર હોય કે વસ્ત્રાપુર વિસ્તારમાં લોકોની દૈનિક અવર જવર વધારે રહેતી હોય છે, ત્યારે આજે કરફ્યૂના બીજા દિવસે આ તમામ એરિયા પર લોકોની ચહલપહલ શૂન્ય બની છે.

કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, જેથી અમદાવાદના રોડ લોકડાઉનના સમયની જેમ ફરી એકવાર સૂમસામ જોવા મળી રહ્યા હતા. જોકે, કરફ્યૂ દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.