ETV Bharat / city

લગ્નપ્રસંગ માટે હવે પોલીસ પરમિશન જરૂરી નહીં, પણ કરફ્યૂ દરમિયાન કોઈ છૂટછાટ નહીં

કોરોના સંક્રમણને લઈને સરકારે જાહેર પ્રસંગો ઉપર કેટલાક નિયંત્રણો મુક્યાં છે.જે પ્રમાણે લગ્ન પ્રસંગ માટે લોકો પોલીસની મંજૂરી મેળવવા જતાં હતાં. ત્યારે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે, લગ્ન પ્રસંગ માટે હવે પોલીસ મંજૂરીની જરૂર પડશે નહીં.

લગ્નપ્રસંગ માટે હવે પોલીસ પરમિશન જરૂરી નહીં,પણ કરફ્યુ દરમિયાન કોઈ છૂટછાટ નહીં

author img

By

Published : Nov 27, 2020, 10:33 PM IST

● કોરોનાકાળમાં લગ્ન માટે હવે પોલીસ મંજૂરીની જરૂર નહીં

● રાજકોટમાં શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના અંગે પંચાયત અધિક સચિવ એ.કે.રાકેશને તપાસ સોંપાઈ

● એ.કે. રાકેશ ત્રણ દિવસમાં તપાસ કરી સરકારને માહિતી આપશે

ગાંધીનગરઃ અમદાવાદ સહિત ગુજરાતના ચાર મોટા શહેરોમાં વધતા જતાં કોરોના સંક્રમણને લઈને સરકારે જાહેર પ્રસંગો ઉપર કેટલાક નિયંત્રણો મુક્યાં છે.જે પ્રમાણે લગ્નમાં માટે પણ મહેમાનોની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. લગ્ન પ્રસંગ માટે લોકો પોલીસની મંજૂરી મેળવવા જતા હતા. ત્યારે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે, લગ્ન પ્રસંગ માટે હવે પોલીસ મંજૂરીની જરૂર પડશે નહીં. ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ્યાં રાત્રી કરફ્યુ અમલી છે, ત્યાં રાત્રિ દરમિયાન કોઈ પણ આયોજન થઈ શકશે નહીં.

પંચાયત વિભાગના અધિક સચિવ એ.કે.રાકેશને સરકાર દ્વારા રાજકોટ આગની ઘટના અંગે તપાસ સોંપવામાં આવી છે

જાહેર પ્રસંગોમાં કોરોનાની ગાઈડલાઈન પાળવી આવશ્યકજે પ્રમાણે નિયમો હતાં તે મુજબ લગ્ન સ્થળની કેપેસિટીના 50 ટકા કે 100 વ્યક્તિઓ બેમાંથી જે લઘુતમ હોય તેટલા જ લોકોને પ્રસંગમાં હાજર રહેવા માટેની મંજૂરી મળશે. આ ઉપરાંત સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો કાયદેસર પાળવાના રહેશે.
રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ આગ નો તપાસ રીપોર્ટ ત્રણ દિવસમાં આવશે
● રાજકોટ આગની ઘટનામાં તપાસ માટેની સિટમાં રાજકોટ પોલીસ કમિશનર, કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર રહેશેપંચાયત વિભાગના અધિક સચિવ એ.કે.રાકેશને સરકાર દ્વારા રાજકોટ આગની ઘટના અંગે તપાસ સોંપવામાં આવી છે. તેઓ ત્રણ દિવસની અંદર સરકારને તપાસનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત રાજકોટના કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની સંયુક્ત ટીમ બનાવીને એક સિટની રચના કરવામાં આવી છે. જે ઘટના આ અંગેનો સમગ્ર અહેવાલ આપશે. આ ઉપરાંત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા પણ આ ઘટનાની તપાસ કરવામાં આવશે.● સુપ્રીમ કોર્ટે આગની ઘટનાઓ અંગે ગુજરાત સરકારની ઝાટકણી કાઢીસુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાતમાં બનતી આગજનીની ઘટના ઉપર ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. તે મુદ્દે બોલતાં પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આગની ઘટનાને લઈને ખૂબ જ સંવેદનશીલ છે અને સમગ્ર માહિતી જે-તે ઓથોરિટીને ઉપલબ્ધ કરાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.