અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઇકો ગાડીના સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય બની હતી. રાતના સમયે CCTV ન હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કારના સાઈલેન્સર ચોરી કરવામાં આવતા હતા. પોલીસે હાલ આ સાઈલેન્સર ચોરતી ગેંગને (Police Nabbed Eco Car Silencer Stealing Gang) પકડી પાડી છે.
ત્રણ સ્ટેપમાં કરતા હતા ચોરી સાઈલેન્સર ચોર ગેંગના સાત જેટલા સભ્યો હતા. જેથી બે સભ્યો CCTV ન હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કારની રેકી કરતા હતા. બે સભ્યોની રેકી બાદ ઇકો કારની જગ્યા અન્ય ત્રણ સભ્યોને જણાવતા હતા. રાતના સમયે ત્રણ સભ્યો રેકી કરેલી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરતા હતા. આ ત્રણ સભ્યો કોઈ ગેરેજ કે અન્ય જગ્યાએ નોકરી કરતા હતા. ત્યાં તેણે સાઈલેન્સર ખોલ ફીટ કરતા શીખ્યું હતું.
8થી 10 હજાર રૂપિયામાં સાઈલેન્સરનું વેચાણ સાઈલેન્સર ચોરી થયા બાદ તેના વેચાણ માટે અન્ય બે સભ્યો કામ કરતા હતા. આ સભ્યો હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સાઇલેન્સર ચોર ગેંગ પાસેથી 3 જેટલા સાઈલેન્સર, એક કટર અને એક બાઈક કબજે કર્યું છે. સાઈલેન્સર ચોરી બાદ અંદાજે 8થી 10 હજાર રૂપિયામાં તેને વેચવામાં આવતું હતું. મહત્વનું છે કે સાઈલેન્સરની અંદર આવેલી માટીમાં ધાતુનું પ્રમાણ પણ હોય છે. બજારમાં આ ધાતુની કિંમત ખૂબ ઊંચી (Silencer metal prices in Market ) હોય છે. જેથી ઇકોના નવા સાઈલેન્સર પણ ખૂબ મોંઘા (Echo new silencers expensive stolen Ahmedabad) ભાવે મળે છે.
સાઈલેન્સર ગેંગના ઓનલાઇન ટ્રાંજેક્શન ચોરી કરેલા સાઈલેન્સર પણ 8થી 10 હજારમાં વેચવામાં આવતા હતા. આ ઉપરાંત, પોલીસે સાઈલેન્સર ગેંગના ઓનલાઇન ટ્રાંજેક્શન પણ ચેક કરતા એક લાખ જેટલા રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેના પરથી પોલીસને શંકા છે કે હજી વધુ સાઈલેન્સરની ચોરી કરવામાં આવી હોય શકે. હાલ પોલીસે સાઇલેન્સર ચોર ટોળકીના સાત સભ્યોમાંથી પાંચની ધરપકડ કરી છે.
સાઈલેન્સર ચોરીનો ભેદ 13 જેટલી સાઈલેન્સર ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. શહેરના પૂર્વના રામોલ વિસ્તારમાં જ 12 જેટલી સાઈલેન્સર ચોરીનો (Eco Silencer Stealing East Ramol area of Ahmedabad) ભેદ ઉકેલાયો છે. એક અમરાઈવાડી વિસ્તારમાં થયેલી સાઈલેન્સર ચોરીનો ભેદ (Silencer theft in Amraiwadi area) ઉકેલાયો છે. હજી પણ નરોડા, રખિયાલ, નિકોલ, વાસણા સહિત અનેક પોલીસ મથકમાં આ પ્રકારની જ સાઈલેન્સર ચોરીની ફરિયાદ (Complaint of Eco silencer theft in Ahmedabad) નોંધાઇ છે જેના આ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે તેમજ અન્ય બે ફરાર આરોપીઓને શોધવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.