ETV Bharat / city

સોલા સિવિલમાંથી ગુમ થયેલી બાળકી શોધવા પોલીસે 500 CCTV ચેક કર્યા, 150 રીક્ષા ચાલકોની પૂછપરછ કરી - Ahmedabad Sola Civil Hospital

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીની અપહરણની ચકચારી ઘટના બની હતી. જે મામલે CCTV માં અપહરણની ઘટના થઇ હતી. જેને લઇને પોલીસે સાત દિવસમાં બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. તેમાં પણ સોલા સિવિલ હોસ્પિટલના CCTV બંધ હોવાથી પોલીસ માટે કપરો હતો. પોલીસ પાસે માત્ર એક મહિલા બાળક લઈને હોસ્પિટલની બહાર નીકળતી હતી. તેના જ માત્ર CCTV હતા. આ સમગ્ર મામલે સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાંચ પોલીસ જવાનોની ટીમ બનાવી હતી અને 200 થી વધુ લોકોને પૂછપરછ કરાઇ તેમજ 500 થી વધુ CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 150 થી પણ વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરીને સાતમા દિવસે પોલીસે અપહરણ કરનારી મહિલાને શોધી તેના પરિવારને સોંપી છે. આ સમગ્ર મામલો પોલીસ માટે એક ચેલેન્જ હતો.

Missing girl in Ahmedabad
Missing girl in Ahmedabad
author img

By

Published : Sep 9, 2021, 8:59 PM IST

  • સોલા સિવિલ બાળકી ગુમ મામલો
  • બાળકીને શોધવા 500 થી વધુ CCTV કેમેરા ચેક કર્યા
  • 150 રીક્ષા ચાલકોની પૂછપરછ કરાઈ

અમદાવાદ: તારીખ બીજી સપ્ટેમ્બર રાત્રિના અઢી વાગે સોલા સિવિલમાંથી બે દિવસની બાળકી ગુમ થઈ હોવાની જાણ પોલીસને થઈ હતી. આ ઘટનાની ગંભીરતાને લઇ પોલીસે 70 કર્મચારીઓની ટીમ બનાવી CCTV ફૂટેજ તપાસવાની શરૂઆત કરી હતી. જોકે જે વોર્ડમાં આ બાળકીના માતા-પિતા હતા. તે વોર્ડની બહાર ના CCTV બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ માટે તપાસ પડકારરૂપ બની ગઈ હતી. જોકે પોલીસને હોસ્પિટલની બહારની બાજુ લગાવે એક CCTV ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં એક મહિલા શંકાસ્પદ વસ્તુ લઈને જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી અને લગભગ 500 જેટલા CCTV ફૂટેજની ચકાસણી તેમજ 150 જેટલા રિક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત પોલીસે અન્ય માણસો 200 માણસોને પૂછપરછ કર્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

સોલા સિવિલની બાળકીના ગુમ કેસમાં પોલીસે આરોપી મહિલાને પકડી

70 પોલીસકર્મીઓની ટિમ આ કેસમાં કામે લાગી હતી

CCTV કેમેરામાં આ મહિલા સોલા બ્રિજથી એક્ટિવા ઉપર બેસેલી દેખાઈ અને થલતેજ ચાર રસ્તા એક્ટીવા પરથી ઉતરીને તે એક રીક્ષામાં બેઠી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આગળના CCTV ફૂટેજની તપાસ કરતા આ રીક્ષા સાણંદ સર્કલ સુધી ગઈ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ દરમિયાન સરખેજના વન માર્ટ મોલ ખાતે આ મહિલાઓ ઉભી હોવાનું એક CCTV કેમેરામાં કેદ થયું હતું. જેથી પોલીસ આસપાસના વિસ્તારોમાં તેમના બાતમીદારો નેટવર્ક કાર્યરત કરીને અંતે મહિલા સુધી પહોંચી હતી. સરખેજ ખાતેના મહિલાના ઘરેથી પોલીસને બાળકી પર સહી સલામત મળી આવી હતી. આ મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે મહેસાણાના નંદાસણ પાસેના એક ગામની રહેવાસી છે અને હાલમાં તે સરખેજ ખાતે રહે છે.

સોલા સિવિલની બાળકીના ગુમ કેસમાં પોલીસે આરોપી મહિલાને પકડીસોલા સિવિલની બાળકીના ગુમ કેસમાં પોલીસે આરોપી મહિલાને પકડી

પરિવાર સાથેના મિલન બાદ બાળકીના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું તે મહિલાનું નામ નગમા બાનું ઘોરી છે. આ મહિલાના છૂટાછેડા થયા બાદ અને ની: સંતાન હોવાથી તેણે બાળકો ઉછેર કરવાની ઈચ્છા હતી. તેથી તેણે આ બાળકીનું અપહરણ કર્યું હોવાનું રટણ પોલીસ સમક્ષ કરી છે. નવજાત બાળકના અપહરણ માટે તેણે અગાઉ સોલા સિવિલના પ્રસુતિ વિભાગની પણ કરી હતી. જોકે પોલીસને એવી પણ માહિતી મળી છે કે, આરોપી મહિલા સાથે તેની માતા અને બહેન રહે છે. જોકે આ ગુનામાં તેમની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી રહી છે. બાકીના ઉછેર માટે તે બહારથી દૂધ લાવીને બાળકીને આ પીવડાવતી હતી. જોકે બાળકીના પરિવાર સાથેના મિલન બાદ પરિવારમાં પણ ઘણી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી

આ સમગ્ર મામલે બાળકીના માતા-પિતા સાથે મિલન કરાવતા તેના માતા તેના પિતાએ બાળકીનું નામ પોલીસ કમિશ્નરને આપવા માટે વિનંતી કરી હતી. જેથી પોલીસ કમિશ્નરે તેનું નામ દુર્ગા રાખવા માટે કહ્યું હતું. તો બીજી તરફ પોલીસની સહારાની કામગીરી બદલ કમિશ્નરે પોલીસ તપાસમાં જોડાયેલા પોલીસ કર્મચારી અને પ્રશંસાપત્ર આપી તેમજ રોકડ ઇનામ આપી સન્માન કર્યું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે મહિલા આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.