ઢબુડી માતા એક એવું નામ કે જે આજ કાલ બધા લોકોના મોઢા પર જ છે ત્યારે અસલી ચહેરો બધાની સામે આવી જતા પોતે જ ફરાર થઈ ગયા છે. ભીખાભાઈએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 2016માં તેમના દીકરા અલ્પેશને બ્લડ કેન્સર હતું તેની દવા પણ ચાલી રહી હતી તે સમય દરમિયાન ઢબુડી માતાનો તેમને પરિચય થયો હતો અને ઢબુડી માતાએ ભીખાભાઈને જણાવ્યું હતું કે, કેન્સરની દવા બંધ કરાવી દો તો અલ્પેશને સારું થઈ જશે અંતે ભીખભાઈએ દવા બંધ કરાવી પરંતુ અલ્પેશનું થોડાક જ સમયમાં મોત થઈ ગયું હતું.
તો ભીખભાઈએ થોડા દિવસો ઢબુડી માતાનો વીડિયો યુટ્યુબ પર જોયો હતો અને બીજા લોકો ખોટી રીતે ભોગ બનતા અટકે તે માટે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ અરજી કરી હતી અને ત્યારબાદ ફરિયાદ કરી હતી. પોલીસે ભીખાભાઈની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ધનજી ઓડ આ બાબતની જાણ થતાની સાથે જ ફરાર થઈ ગયો છે ત્યારે પોલીસે ધનજી ઓડના ચાંદખેડા ખાતેના નિવાસ સ્થાને નોટિસ પણ આપી છે.