અમદાવાદ: કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધો છે. ભારત સરકાર દ્વારા તમામ નાગરિકોએ ચહેરા પર માસ્ક ફરજીયાત પહેરવું તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ પણ વાંચો : ખેરાલુમાં જાહેરનામાંનો ખુલ્લેઆમ ભંગ, લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી
હાલ કોરોના વાઇરસના સંક્રમણથી કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના T.R.B. જવાનો અને હોમગાર્ડના જવાનો વિઠ્ઠલાપુર ચોકડી અને હાંસલપુર ત્રણ રસ્તા પર માસ્ક પહેરવાના નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.આ નિયમો બધા માટે સરખા છે. તો આમ જનતા માસ્ક ન પહેરે તો તેમને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે.
બીજી તરફ પોલીસ જવાનો જ માસ્ક વગર જોવા મળે છે.તો શું આ નિયમો માત્ર આમ જનતા માટે જ બનાવવામાં આવ્યા છે? શુ વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના P.I. C.B. ચૌહાણ સાહેબ આ T.R.B. જવાનો તથા હોમગાર્ડ જવાનો સામે દંડાત્મક કાર્યવાહી કરશે ખરા?
આ પણ વાંચો : કેશોદ યુથ કોંગ્રેસના પ્રમુખે માસ્કનો વિરોધ કર્યો, પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કરી ધરપકડ
શું T.R.B જવાનો તથા હોમગાર્ડના જવાનો માસ્ક પહેર્યા વગર જોવા મળે છે. આમ જનતા માસ્ક ના પહેરેતો દંડ થાય તો શું આ લોકોનો દંડ થશે કે કાયદો બધા માટે સરખો તે તો આવનારો સમય જ બતાવશે.