- આપના નવા કાર્યાલયના ઓપનિંગ વખતે થઈ હતી પાકીટોની ચોરી
- વૃદ્ધની સાથે અન્ય લોકો પણ શામેલ હોઈ શકે છે: પોલીસ
- પોલીસે CDR અને કોલ ડીટેલ મંગાવવાની તજવીજ હાથ ધરી
અમદાવાદ: શહેરમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન વખતે અનેક લોકોના પાકીટ ચોરાયા હતા. આ ઘટનામાં નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વડોદરાના 75 વર્ષીય ગોવિંદ પટેલની ધરપકડ કરી હતી. આ વૃદ્ધે ભીડનો લાભ લઇને લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ તેમજ સમર્થકોએ આ વૃદ્ધને પોલીસના હવાલે કર્યો હતો. આ ઉપરાંત, નવરંગપુરા પોલીસે આ વૃદ્ધની શંકાના આધારે ધરપકડ કરી છે. આ તરફ, વૃદ્ધ આરોપીનું કહેવું છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વડોદરાથી આવ્યા હતા. ત્યારે પોલીસને શંકા છે કે આ વૃદ્ધની જોડે અન્ય લોકો પણ શામેલ હોઈ શકે છે. જેથી તેના CDR અને કોલ ડીટેલ કાઢવાની તજવીજ નવરંગપુરા પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો: રથયાત્રા યોજવા અમદાવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ
વૃદ્ધોની સાથે અન્ય લોકો શામેલ હોવાની શંકા
આ સમગ્ર મામલે પોલીસે હાલ વડોદરાના વૃદ્ધની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વૃદ્ધનું કહેવું છે કે મારે ખાલી આપમાં જોડાવું હતું આથી વડોદરાથી અહીંયા આવ્યો છું. પરંતુ પોલીસને શંકા છે કે વૃદ્ધોની સાથે અન્ય લોકો પણ ચોરીના કામમાં શામેલ છે.
આ પણ વાંચો: અમદાવાદની વિઠલાપુર પોલીસે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાનો કર્યો પર્દાફાશ