ETV Bharat / city

PM મોદી 10 ઓકટોબરે આવશે જામનગર, સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે - dams and reservoirs in gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગરના પ્રવાસે (PM Modi Jamnagar visit) આવશે. અહીં તેઓ સૌની યોજનાના (SAUNI yojana) બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. આનાથી જામનગર, રાજકોટ, દેવભૂમિદ્વારકા અને પોરબંદર જિલ્લામાં નર્મદાના પાણી પહોંચતા થશે.

PM મોદી 10 ઓકટોબરે આવશે જામનગર, સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે

author img

By

Published : Oct 6, 2022, 8:54 AM IST

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat Visit Update) આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર (PM Modi Jamnagar visit) ખાતે સૌની યોજના (SAUNI yojana) લિંક 1 પેકેજ 5 અને લિંક 3 પેકેજ 7નું લોકાર્પણ કરશે. 300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સૌની યોજનાના (SAUNI yojana) લિંક-1 પેકેજ-5 તેમ જ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે લિંક 3 પેકેજ 7નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે.

સૌરાષ્ટ્રને સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળશે સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારને સિંચાઈ માટેનું પાણી (irrigation water sources) મળી રહે અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણીનો અવિરત પુરવઠો પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નેમ લીધી હતી, અને આ નેમને પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત આજે એક ડગલું આગળ વધ્યું છે.

PM મોદી સૌની યોજનાનું કરશે લોકાર્પણ
PM મોદી સૌની યોજનાનું કરશે લોકાર્પણ

સૌની યોજનાનો બીજો તબક્કો સૌની યોજનાના (SAUNI yojana) બીજા તબક્કામાં લિંક 1ના પેકેજ 5ના લોકાર્પણ થકી કુલ 314.69 કરોડ રૂપિયાના ખર્ચે 66 કિમી લાંબી પાઈપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી (dams and reservoirs in gujarat) છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 5 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે.

300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સૌની યોજનાના (SAUNI yojana) લિંક-1 પેકેજ-5 તેમ જ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે લિંક 3 પેકેજ 7નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

23 ગામોને સિંચાઈનો લાભ મળશે આનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઈ (irrigation water sources) અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે 65,000થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ મંડાશે.

સૌની યોજનાના (SAUNI yojana) બીજા તબક્કામાં લિંક 1ના પેકેજ 5ના લોકાર્પણ થકી થશે લાભ

સૌની યોજનાનો ત્રીજો તબક્કો સૌની યોજના (SAUNI yojana)ના ત્રીજા તબક્કામાં લિંક 3ના પેકેજ 7ના લોકાર્પણ થકી કુલ 729.15 કરોડ રૂપિયાના ખર્ચે 104.160 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 11 જળાશયો (dams and reservoirs in gujarat) પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2, રાજકોટ જિલ્લાના 2, પોરબંદરના 1 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 એમ કુલ 6 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે.

જામનગર, રાજકોટ, દેવભૂમિદ્વારકા અને પોરબંદર જિલ્લામાં નર્મદાના પાણી પહોંચતા થશે

71,967 એકર વિસ્તારને પાણીની સુવિધા પ્રાપ્ત થશે આનાથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અંદાજિત 26 ગામોના 25,736 એકર વિસ્તારમાં, જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર તથા જામનગર તાલુકાના અંદાજિત 20 ગામોના 16,471 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અંદાજિત 30 ગામોના 22,769 એકર વિસ્તારમાં તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના અંદાજિત 10 ગામોના 6991 એકર વિસ્તારમાં સિંચાઇ (irrigation water sources) અને પીવાના પાણીની સુવિધાઓનો લાભ મળશે. આમ, એકંદરે 1,20,000થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ 71,967 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓ પ્રાપ્ત થશે.

પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ઉલ્લેખનીય છે કે, સૌની યોજનાનો (SAUNI yojana) મૂળ ઉદ્દેશ નર્મદાના પૂરના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો (dams and reservoirs in gujarat) ભરીને ત્યાં પ્રવર્તતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે. હંમેશાં પ્રજાના હિતમાં ચિંતન, મનન કરતી અને મજબૂત પગલાં લેતી સરકાર દ્વારા સૌની યોજનાના આ તબક્કાનું લોકાર્પણ એ વિકાસની દિશામાં એક સફળ પ્રયાણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.