ETV Bharat / city

અમદાવાદમાં યોજાનારી IPLની ફાઈનલ મેચ જોવા માટે આવશે આ દિગ્ગજ નેતાઓ... - સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ

IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં (IPL Qualifier Match ) ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને પરાજય આપીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જોકે, ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (IPL Final Match at Modi Stadium) રમાશે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ મેચ જોવા અહીં આવે તેવી શક્યતા (PM Modi likely to come at Modi Stadium) છે.

IPLની ફાઈનલ મેચ જોવા મોદી સ્ટેડિયમમાં આવી શકે છે 'મોદી'

author img

By

Published : May 25, 2022, 11:55 AM IST

Updated : May 25, 2022, 5:48 PM IST

અમદાવાદઃ આઈપીએલ 2022ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે આ મેચ જોવા આવે તેવી શક્યતા સેવાઈ (PM Modi likely to come at Modi Stadium) રહી છે. તેમની સાથે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. મહત્વનું છે કે, વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ (IPL Final Match 2022) જોવા માટે લાખો દર્શક ઉત્સકુ છે.

IPLની ફાઈનલ મેચ જોવા મોદી સ્ટેડિયમમાં આવી શકે છે 'મોદી'

આ પણ વાંચો- શા માટે રાજકોટમાં CR પાટિલની દોડાદોડ વધી, જૂઓ

વડાપ્રધાન અને ગૃહપ્રધાન મેચ જોવા આવી શકે - ફાઈનલ મેચની મોટા ભાગની ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાત ફાઈનલમાં (IPL Final Match 2022) આવતા સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા વધુ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, 28 મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat Visit) છે. જ્યારે 29 મેએ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ નારણપુરા ખાતે સ્પોર્ટ્સ એન્કલેવના ભૂમિપૂજન (Union Home Minister Amit Shah Ahmedabad Visit) માટે આવી રહ્યા છે.

ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને પરાજય આપીને ફાઈનલમાં જગ્યા બનાવી

સ્ટેડિયમની સુરક્ષા વધારાઈ - ગુજરાતને વિશ્વ કક્ષાની રમત સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ આપવા અને હોસ્ટ બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનો (Sardar Patel Sports Enclave) જ એક ભાગ છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi likely to come at Modi Stadium) અને કેન્દ્રિય ગૃહપ્રધાન IPLની ફાઈનલ મેચમાં (IPL Final Match 2022) સ્પોર્ટ્સને પ્રોત્સાહન પૂરું પાડવા ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતા છે. સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- ભરૂચના વ્યક્તિએ વડાપ્રધાન મોદીને એવું તો શું કહ્યું કે થયા ભાવુક, જૂઓ વીડિયો...

લોકોને આકર્ષવા પ્રયાસ - ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા બંને ધૂરંધરો એકસાથે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ પર મેચ જોવા આવે. તેમાં પણ ગુજરાત ફાઇનલ રમતું હોય તો લાખો પ્રેક્ષકોને સીધી અપીલ થઈ શકે. આ સિવાય કરોડો લોકો સાથે પરોક્ષ રૂપે જોડાઈ શકાય તેમ છે. ફાઈનલમાં ગુજરાતની સામે લખનઉ અથવા બેંગ્લોર ટકરાઈ શકે છે.

Last Updated : May 25, 2022, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.