ETV Bharat / city

પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડની કઇ કઇ યોજનાઓ ઉપલબ્ધ કરાવશે જૂઓ - GCRI અને IKDRCની નવી બિલ્ડિંગ

પીએમ મોદી ( PM Modi Gujarat Visit ) અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ( Ahmedabad Civil Hospital campus ) માં રુપિયા 712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ( PM Modi inaugurate 712 crore health facilities ) કરશે. જેમાં આધુનિક મશીનો, યુ એન મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગ, કિડની રિસર્ચ સેન્ટર માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ તેમ જ મેડી સિટીમાં GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ પણ શામેલ છે.

પીએમં મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડની કઇ કઇ યોજનાઓ ઉપલબ્ધ કરાવશે જૂઓ

author img

By

Published : Oct 6, 2022, 7:06 PM IST

Updated : Oct 6, 2022, 8:44 PM IST

ગાંધીનગર આગામી 9થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન પીએમ મોદી ગુજરાત પ્રવાસે ( PM Modi Gujarat Visit ) આવવાના છે. આ દરમિયાન 11 ઓક્ટોબરે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital campus ) માં 712 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ( PM Modi inaugurate 712 crore health facilities ) કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહી છે અને હવે આ અદ્યતન સુવિધાઓનો લાભ ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે.

712 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં 71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 10 માળની આ હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ અને 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યૂઝિયમ છે. તે સિવાય હૃદયની અદ્યતન સારવાર માટે 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર, કૃત્રિમ હૃદય અને ફેફસા તરીકે કામ કરતું મોબાઇલ ઇસીએમઓ, વીએડી, સીઆરઆરટી મશીન, હૃદયની સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ, રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ,મીનીમલ ઇન્વેસીવ કાર્ડિયાક સર્જરી, ટેલી આઈ.સી.સી.યુ. કુલ 150 ક્રીટીકલ કાર્ડીયાક બેડ, કોરોનરી ગ્રાફ્ટ –ફ્લોર મેઝરમેન્ટ મીટર, આર.એફ. એબ્લેશન મશીન, હોમોગ્રાફ વાલ્વ બેન્ક, મધર મિલ્ક બેન્ક, સ્લીપ લેબ, કાર્ડિયાક રિહેબિલિટેશન સેન્ટર, અપ ટુ ડે સોફ્ટવેર, 3 ટેસ્લા કાર્ડિયાક એમઆરઆઇ મશીન, બ્લડ સેન્ટર અને 3ડી/4ડી કાર્ડિયાક ઇકો મશીન સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

રુપિયા 712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ અસારવા ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝેસ એન્ડ રિસર્ચ સેન્ટર(IKDRC)ની નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. 408 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 850 બેડની સુવિધા છે. તે સિવાય 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 આઇસીયુ, આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા હશે. તે સિવાય મેડિસીટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ સીનું લોકાર્પણ કરવામાં આવશે. તેના લીધે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થઇ જશે અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થઇ જશે. અહીં લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા આપવામાં આવી છે. બિલ્ડિંગમાં લાઇબ્રેરી, 317 સીટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમ, ટેલિમેડિસીન રૂમ, બોર્ડ રૂમ તેમજ કેન્ટીન સહિતની સુવિધાઓ મળશે. ગુજરાત રાજ્યના નાગરિકોને અદ્યતન સુવિધાથી સજ્જ સ્વાસ્થ્ય સેવા અહીં મળશે.

રૈન બસેરાનું ખાતમુહૂર્ત ગુજરાત અને રાજ્ય બહારથી આવતા ગરીબ દર્દીઓના પરિવારજનો ( PM Modi inaugurate 712 crore health facilities ) ની સુવિધા માટે રૈન બસેરાનું ભૂમિ પૂજન કરવામાં આવશે. 39 કરોડના ખર્ચે 5800 ચોરસ મીટર વિસ્તારમાં આ રૈન બસેરાનું નિર્માણ ( Ahmedabad Civil Hospital campus ) કરવામાં આવશે.

Last Updated : Oct 6, 2022, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.