અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit 2022) આજે સવારે આશરે 10:40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર સ્વાગત થયા બાદ તેઓ ખુલ્લી જીપમાં રોડ શૉની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચ્યા
PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit 2022) એરપોર્ટથી બહાર નીકળતા જ બન્ને હાથને ઉંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીના રોડ શૉમાં ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ જોડાયા હતા.
આ પણ વાંચો: PM Modi Gujarat visit: PM Modi 5 વર્ષ પછી પધારી રહ્યા છે કમલમ્
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi Gujarat Visit 2022) આગમન થયું, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે થઈને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ નેતાઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.