અમદાવાદ : 84 વર્ષના વૃદ્ધા મયુરાબેન રાવલને એકાએક જ શ્વાસની તકલીફ થતા તેમણે 108 એમ્બ્યુલન્સ ને તાત્કાલિક સારવાર માટે ફોન કર્યો હતો. આ એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ તેમના નિવાસ સ્થાને પહોંચીને તાત્કાલિક સારવાર માટે ગોતાથી અમદાવાદની SG હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માટે નીકળી હતી.
108ના પાયલેટનું નિવેદન આ દરમિયાન અમદાવાદ ગાંધીનગર હાઇવેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો. વડાપ્રધાને એમ્બ્યુલન્સને આવતી જોતા તેમના પાયલેટને રસ્તો કરી આપવા માટે કહેવામાં આવ્યું હતું(PM MODI STOPPED CONVOY GIVE WAY TO AMBULANCE). 108 એમ્બ્યુલન્સના પાયલેટ અર્જુન પાલાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે(ETV Bharat EXCLUSIVE INTERVIEW WITH 108 PILOT ), હું બે વર્ષથી 108માં બે વર્ષથી ફરજ બજાવું છું. આજ રોજ અમને 12:53 વાગ્યે ગોતાના રોલ્સ રોયલ માંથી ઇમરજન્સી કેસ માટે ફોન કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાનનું સરાહનિય કાર્ય જ્યારે અમે ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા ત્યારે વડાપ્રધાન પીએમનો કાફલો સરખેજથી ગાંધીનગર રાજભવન જવા માટે નીકળ્યો ત્યારે સર્વિસ રોડ ઉપરથી પીએમ સાહેબને નજર પડતા એમણે પોતાનું કાફલો રોકાવીને અમારી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો તે બદલ અમે પીએમ સાહેબનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. તથા અમે પેશન્ટને સહી સલામત હોસ્પિટલ પહોંચાડી શક્યા છીએ.