અમદાવાદઃ ડોકટરોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે જે જોકે ઘણીવાર તેમની બેદરકારીને લીધે દર્દીઓને જીવ પણ ગુમાવવો પડે છે. અરજદાર વતી એડવોકેટ સિકંદર સૈયદ અને રશીદા બાજી તરફે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે નિકોલમાં આવેલા સહજાનંદ ખાનગી હોસ્પિટલમાં તાવ અને કફની સમસ્યા માટે ગયેલા દર્દી- પ્રફુલભાઈ સોનીનો કોરોના રિપોર્ટ કર્યા વગર એક્સ-રે સહિતના ટેસ્ટ બાદ ન્યૂમોનિયા અને કિડનીની સમસ્યાનું નિદાન કરી સારવાર કરનાર ડોકટર આશિત પટેલે દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ વણસતાં દર્દી કોરોના પોઝિટિવ છે અને તેમના હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓના અભાવ હોવાથી સરકારી અને અન્ય હોસ્પિટલમાં લઈ જવા દબાણ કર્યું હતું. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું હતું.
કોરોનાના લક્ષણ હોવા છતાં ન્યૂમોનિયા કહી સારવાર આપનાર દર્દીનું મોત થતાં હાઈકોર્ટમાં PIL અરજદાર પારૂલબહેન સોની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડોક્ટર આશિત પટેલે જ્યારે તેમને અન્ય હોસ્પિટલ જવાનું દબાણ ઉભું કર્યું ત્યારે લિફ્ટ સુદ્ધાંનો ઉપયોગ કરવા દીધો નહીં અને દર્દીને આવી અવસ્થામાં સીડી મારફતે નીચે ઉતારવામાં આવ્યાં હતાં. આ બાદ તેઓ બાપુનગર ESIC હોસ્પિટલ ગયાં જોકે ત્યાં વેન્ટિલેટર ન હોવાથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં અને ત્યારપછી ICUમાં દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું હતું. હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે આરોપી ડોક્ટર સામે કડક પગલા લેવામાં આવે અને તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવે.કોરોનાના લક્ષણ હોવા છતાં ન્યૂમોનિયા કહી સારવાર આપનાર દર્દીનું મોત થતાં હાઈકોર્ટમાં PIL