અમદાવાદ: અસારવા વિસ્તારમાં વર્ષો જૂનું નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર સાથે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. જેને કારણે દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોની લાંબી કતારો મંદિરમાં જોવા મળે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણના કારણે મંદિરમાં ભક્તો ખૂબ જ ઓછા જોવા મળ્યાં છે.
મંદિર તરફથી જ વ્યવસ્થાના ભાગ રૂપે કોરોના વાઇરસનું સંક્રમણ ના વધે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. મંદિરમાં આવતા તમામ લોકોને સેનિટાઈઝ કરવામાં આવે છે, ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોને મંદિરમાં એક બાદ એક પ્રવેશ આપવામાં આવે છે.
- કોરોના વાઈરસના કારણે શ્રાવણ માસમાં મંદિરમાં ભક્તોની પાંખી ભીડ
- લોકોમાં હજુ કોરોના વાઈરસનો ડર
- સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોને મંદિરમાં પ્રવેશ
- કોરોના વાઈરસની મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના
મંદિરમાં પણ પ્રસાદ આપવામાં આવતો નથી કે, ભક્તોને ફૂલ કે અન્ય પૂજા કરવા દેવામાં આવી નથી. ભક્તોને દર્શન કરીને તરત મંદિરમાંથી રવાના કરી દેવામાં આવે છે. મંદિરમાં રોજ સાંજે સાધુઓ દ્વારા પૂજા કરવામાં આવે છે. કોરોના વાઈરસની મહામારી દૂર થાય તેં માટે પ્રાર્થના કરવામાં આવે છે. મંદિરમાં પણ કોરોના વાઈરસની અસર પડી છે. જેને કારણે મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી છે, તો કેટલાક મંદિરો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યાં છે.