- રાજ્યમાં ભાદરવો ભારે થતા સર્જાઈ તારાજી
- બાંગા અને આલિયાબાડાના લોકોએ ETV Bharatના માધ્યમથી સરકાર સમક્ષ મદદની લગાવી બુહાર
- વહેલીતકે બચાવો અમને નહિ તો જીવ જતો રહેશે: સ્થાનિક
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામો જળબંબાકાર થયા છે, ત્યારે જામનગરના બાંગા અને અલીયાબાડા ગામના સ્થાનિકે વિડીયો ઉતારી ETV Bharatને મોકલ્યો અને જણાવ્યું કે, સરકારને કહો જલ્દી અમને બચાવવા આવે નહિ તો અમે જીવી નહિ શકીએ. આખુ ગામ જળબંબાકાર થઈને તાલુકા મથક અને અન્ય ગામોથી વિખુટુ પડી ગયું છે.
છેલ્લો જીવનો શ્વાસ છે બચાવી લેવા વિનંતી - રહીશ
જામનગરના રહીશે ETV Bharatને મોકલેલા વિડીયોમાં જણાવ્યું કે, નાગેશ્વર ગામમાં આવેલા ખોડિયાર મંદિર પાસે ભયાનક પરિસ્થિતિ છે. હાલ અમે વિકટ પરિસ્થિતિમાં ઉભા છીએ, જીવ જોખમમાં છે. અમારી ચારે તરફ પાણીનો ભયંકર ધોધ વહી રહ્યો છે. હાલ અમારી સાથે ચાર મહિલાઓ અને અમે બે પુરુષો છીએ, ચારેય તરફ પાણી પાણી જ રહેલું છે, છેલ્લો જીવનો શ્વાસ ચાલી રહ્યો છે, ત્યારે અમારી મદદ કરવા લોકોને નમ્ર વિનંતી છે. તો બીજી તરફ અલીયાબાડાની પરિસ્થિતિ અતિગંભીર છે. તંત્ર અમારી મદદે આવે તેવી તમામ રહીશોની માંગ છે.