- GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ થયું ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ
- મનપા અને ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના PPP મોડેલથી શરુ કરાઈ પહેલ
- લોકો પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા વિના જ કરાવી રહ્યા છે ટેસ્ટિંગ
અમદાવાદ: આ પ્રકારે પહેલ કરનારું અમદાવાદ પ્રથમ શહેર બન્યું છે, પરંતુ આ ટેસ્ટ 800 રૂપિયામાં થશે. જેને જોતા કદાચ આમ જનતાના બજેટ ઉપર સીધી અસર કરી શકે છે. જોકે ટેસ્ટ કરાવવા આવનારા લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટેનું આ ટેસ્ટિંગ વધુ કારગત સાબિત થશે.
આ પણ વાંચો: ભાવનગર સરદાર યુવા સંગઠનના કાર્યકારો દ્વારા RT-PCR કલેક્શન સેન્ટરની કરાઇ માગ
કંઈ રીતે કરાઈ છે વ્યવસ્થા?
GMDC ગ્રાઉન્ડ ખાતે સવારે 8 વાગ્યેથી રાત્રે 8 વાગ્યે સુધી RT-PCR ટેસ્ટ કરી આપવામાં આવે છે. જેમાં ટેસ્ટ કરાવનારા ગાડીમાંથી ઉતર્યા વિના જ ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. આ માટે કોઈ અપોઇન્મેન્ટ કે લાઈનમાં ઉભા રહ્યા વિના ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. આ માટે GMDC ખાતે પાંચ કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
કંઈ રીતે થશે ટેસ્ટિંગ?
આ માટે ટેસ્ટિંગ કરાવનારા વ્યક્તિએ પ્રવેશ સમયે QR ટેગ સ્કેન કરવો પડશે. જેમાં તમામ વિગતો આપી નોંધણી કરાવવી પડશે. નોંધણીના અંતે સિસ્ટમ જનરેટેડ ટોકન નંબર મળશે. તે ટેસ્ટિંગ કલેક્શન કાઉન્ટર ઉપર બતાવવાનો રહેશે. ત્યારબાદ ટેસ્ટિંગ થશે.
આ પણ વાંચો: સાપુતારા બોર્ડર ઉપર અમદાવાદના 200 વિદ્યાર્થીઓનો RTPCR ટેસ્ટ કરાયો
ક્યારે અને કંઈ રીતે મળશે રિપોર્ટ?
ટેસ્ટિંગ માટે આવનારા તમામ દર્દીઓની માહિતી સુફલામ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તમામ સુવિધા કોમ્પ્યુટરાઇઝડ રીતે ઉભી કરવામાં આવી છે. ટેસ્ટિંગ બાદ 24થી 36 કલાકમાં રિપોર્ટ વોટ્સએપ, SMS અથવા ઇ-મેઇલ મારફતે મેળવી શકાશે.