અમદાવાદઃ નવા વરાયેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ચૂંટણી પ્રવાસ સફળ રહ્યો છે. સૌરાષ્ટ્ર પાટીદારોનો ગઢ છે, ત્યાં પાટીલે સંગઠનાત્મક બેઠકો યોજી, કાર્યકરોને સાંભળ્યાં અને તેમના પ્રશ્નો પણ સાંભળ્યાં. ત્યાર બાદ ભાજપમાં જે જૂથવાદ છે, તેને લઈને સી. આર. પાટીલે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદશ આપી દીધો છે કે જૂથવાદ હવે નહી ચાલે. પાર્ટી માટે કામ કરો. પાર્ટી આગળ વધશે તો તમે આગળ વધશો.
સી.આર. પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો વિશ્વાસ રજૂ કર્યો છે. પાટીલેે એક તબક્કે 181 બેઠકો આવશે તો હું રાજીનામું આપી દઈશ તેવું નિવેદન કરીને ચોંકાવી દીધાં હતાં.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાટીલના ચૂંટણી પ્રવાસને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના જેવા કાળમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સનું ઉલ્લંધન કર્યું છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ જ પાલન થયું નથી. એવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. તેમ છતાં ભાજપ સ્વીકારવા તૈયાર નથી.